કર્ણાટક- મહિલા વકીલ ને તેના જ પડોશ માં રહેતા યુવકે જાહેર માં ઢીકા પાટુ નો માર માર્યો. જુઓ વિડિયો.

અવારનવાર મારામારી થવાના કિસ્સાઓ સામે આવતાં હોય છે. લોકો નાની નાની વાતો માં મારામારી કરી બેસે છે. કયારેક નાની નાની મારામારી હત્યા માં પણ પરિણમતી હોય છે. એવી જ એક ઘટના કર્ણાટક થી સામે આવી છે. જેમાં એક મહિલા વકીલ પર તેના જ પાડોશી ભાઈ એ જાહેર માં હુમલો કરી ને મારમાર્યો.

કર્ણાટક ના બાગલકોટ જિલ્લા માં એક મહિલા વકીલ ને એક પાડોશી ભાઈ એ જાહેર માં મારમારતો વિડ્યો વાયરલ થઈ રહ્યો છે. વધુમાં જાણવા મળ્યું કે આ આખી ઘટના માં વિનાયકનગર વિસ્તાર માં રહેતા મહાંતેશ નામના યુવકે તેના જ પડોશ માં રહેતા અને વકીલ નો વ્યવસાય કરતા સંગીતા શિક્કેરી મે જાહેર માં ઢીકા પાટુ નો માર મારેલો છે. મહંતેશ પોતે હોરટીકલ્ચર યુનિવર્સિટી માં ફોટોગ્રાફર નું કામ કરે છે.

પીડિત મહિલા એ તેના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આખો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે. વિડિયો માં જોઈ શકાય છે કે મહંતેશ મહિલા ને પેલા થપ્પડો મારે છે. બાદ તેના પેટ પર પગ મારીને હુમલો કરે છે. મહિલા ને આડેધડ માર મારતો જોવા મળે છે. મહિલા એક વાર તેના પર ખુરશી વડે હુમલો કરે છે પણ આરોપી તેનાથી પણ વધારે મહિલા ને માર મારતો જોવા મળે છે.

મહિલા ને જ્યાં માર મારવામાં આવે છે ત્યાં કેટલાય લોકો તમાશો જોતા નજરે ચડે છે. મહિલા બચાવવા માટે લોકો ને કહે છે પણ કોઈ જ વ્યક્તિ મહિલા ની મદદ માટે આગળ આવ્યા નહિ. મહંતેશ દ્વારા મહિલા અને તેના પતિ બન્ને ને માર મારવામાં આવ્યો છે અને બંને ને બાદ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જુઓ વીડિયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.