કસૌલી- પથ્થરો પડવાની બની ભયંકર ઘટના ! પર્યટકો ની કાર પર અચાનક મોટા મોટા પથ્થરો પડતા જ…જુઓ વિડીયો.
ભારત માં હાલ વરસાદી માહોલ ખુબ જ જામેલો છે. એવામાં લોકો મોટી સંખ્યામાં ફરવા ના સ્થળો પર ઉમટી પડતા હોય છે. ખાસ તો ઉત્તર ભારત ના પર્વતીય રાજ્યો માં પર્યટકો ની ભીડ ભારે થતી હોય છે. ઉત્તર ભારત ના મોટા ભાગ ના ફરવા ના સ્થળો પર્વતો ની વચ્ચે ખુબ જ ઊંચાઈ પર આવેલા છે. ત્યાં ક્યારે પહાડો તૂટી ને નીચે પડે અંદાજો ન લગાવી શકાય.
એવામાં ત્યાં રોજ બરોજ મોટી મોટી ચટ્ટાન પાણી થી ખોખલી થઇ ને નીચે પડતી હોય છે. ક્યારેક લોકો ના મૃત્યુ પણ થઇ જતા હોય છે. એવી જ એક દુર્ઘટના હિમાચલ પ્રદેશ ના કસૌલી માં બની છે. અહીં વરસાદ પણ ખુબ જ પડતો હોય છે. હાલમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં પંજાબ ના એક પર્યટકો ની કાર પર મોટા પથ્થરો પડવાની ભયંકર ઘટના સામે આવી છે. જુઓ વિડીયો.
પથ્થરો પડવાની સાથે જ આખી કાર ને ભારી માત્રા માં નુકશાન થયું હતું. ઉપર થી પથ્થરો પડવાની સાથે જ ત્યાં ઉભેલી ગાડી ને નુકશાન થયું પરંતુ સદ્દભાગ્યે કોઈ જાનહાની થવાની ખબર સામે આવી નથી. પથ્થરો પડતાની સાથે જ ત્યાં ભારે માત્રા માં ભાગદોડ મચી જવા પામી હતી. લોકો ને રસ્તા પર થી પસાર થવામાં ભારે મુશ્કિલો સર્જાય હતી. ગાડિ પર મોટા મોટા પથ્થરો પડતા જ ગાડી ના કૂર્ચા બોલી ગયા હતા.
જાણવા મળ્યું કે, પંજાબ થી ઘણા પર્યટકો કસૌલી ફરવા આવ્યા હતા. તે લોકો ત્યાં ગાડી પાર્ક કરી ને ફરવા નો આનંદ લઇ રહ્યા હતા. જયારે ત્યાં કાર પાસે આવ્યા તો ત્યાં પોતાની ગાડી પર મોટા મોટા પથ્થરો જોવા મળ્યા હતા. આ સાથે જ ત્યાં ના લોકો માં ભારે ડર નો માહોલ સર્જાયો હતો. હિમાચલ પ્રદેશ ના પર્વતીય વિસ્તારો માં આવી ઘટનાઓ બનવી સામાન્ય બાબત છે. રોજબરોજ આવી અનેક ઘટના સામે આવતી જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.