મુંબઈમાં વરસાદની મજા લેતા જોવા મળ્યા કેટરીના કૈફ અને વિક્કી કૌશલ, એવી રોમેન્ટીક તસવીર શેર કરી કે જોઇને નજર નહીં હટે … જુવો તસ્વીરો
વિક્કી કૌશલ અને કેટરીના કૈફ બી ટાઉન ના એવા કપલ છે કે જેના ફેંસ તેમની એક જલક જોવા માટે આતુરતાથી રાહ જોતાં હોય છે. પોતાના વેકેશન થી લઈને કોઈ ખાસ સમય ને એક સાથે એન્જોય કરવા સુધી આ કપલ પોતાની શાનદાર કેમીસ્ટ્રી અને પ્યારી જલકો થી ફેંસ ના દિલ જીતી લેતા હોય છે. ત્યારે ફરીએકવાર કેટરીના કૈફ એ પોતાની અને વિક્કી ની થોડી રોમેન્ટીક તસ્વીરો શેર કરી છે.
6 ઓગસ્ટ 2023 ના રોજ કેટરીના એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી થોડી પ્યારી તસ્વીરો શેર કરી, જેમાંની પહેલી તસવીરમાં કેટરીના ને પોતાના હેન્ડસમ પતિ વિક્કી ની સાથે જોઈ શકાય છે. તેમણે બ્લેક કલર ની સ્લીવ્લેસ ટી શર્ટ અને મેચિંગ કેપ પહેરી છે, એક અન્ય તસવીરમાં વિક્કી ને પોતાની પત્ની કેટરીના ને કિસ કરતાં હોય એમ પણ જોઈ શકાય છે. આ દરમિયાન વગર મેકઅપ અને હાઇ બન સાથેના વાળમાં કેટરીના બહુ જ કુલ લાગી રહી છે.
આની પહેલા 16 મે 2023 ના રોજ કેટરીના કૈફ એ પોતાની ડેટ નાઈટ ની બે પ્યારી તસવીર શેર કરી હતી વાસ્તવમાં અભિનેત્રી એ પોતાના ઘરે પતિ વિક્કી કૌશલ માટે બર્થડે ની એક પ્રાઈવેટ ડેટ હોસ્ટ કરી હતી. પહેલી મોનોક્રોમ ફોટોમાં વિક્કી અને કેટરીના એકબીજા ની આંખોમાં ખોવાયેલા એક સાથે ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. ફલતરી સ્લીવ ગાઉન માં કેટરીના બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ વિક્કી ઓલિવ ગ્રીન કલર ની સ્વેટશર્ટ માં મેચિંગ જીન્સમાં હેન્ડસમ લાગી આવ્યા હતા.
આ ફોટો સાથે કેપશનમાં લખ્યું હતું કે થોડો ડાન્સ, બહુ બધો પ્રેમ… જન્મદિવસ ની શુભકામના મારા લવ. 4 ઓગસ્ટ 2023 ના રોજ વિક્કી કૌશલ એ મુંબઈ માં એક કાર્યકર્મ દરમિયાન જણાવ્યુ હતું કે જ્યારે એકવાર તેઓ પોતાની સ્ટેજ પર્ફોર્મન્સ માટે ગભરાઈ ગયા હતા ત્યારે કેટરીના એ તેમની ગભરામણ દૂર કરી હતી. વિક્કી કહ્યું કે મને અને કેટરીના ને કોઈ સ્કૂલ ના વાર્ષિક ઉતસવમાં મદુરે જવાનું હતું. હું અંતના સમયમાં જય શક્યો નહીં કેમકે મારે આસામ માં પરફોર્મ કરવાનું હતું. એક લાખ લોકોની સામે અને ત્યાં આટલી બધી ભીડ જોઈને હું ગભરાઈ ગયો હતો. ત્યારે કેટરીના એ મારી ગભરાહત દૂર કરી હતી.