National

મોરબી ના નાનકડા ગામ નો યુવક કેનેડા મા સૌથી યુવા નોટરી બન્યો…

Spread the love

સપનું કહેવાય છે, કે માણસે સપના જોતા રહેવા જોયીએ. જો માણસ સપના જોશે તોજ તે તેને પુરા કરવા માટે મહેનત કરશે. સપના જોયા પછી તેને પુરા કરવાનું કામ પણ આપડુંજ છે. કહેવાય છે કે જીવન માં કંઈપણ અસ્કીય નથી. માણસ જાત જે પણ વિચારે તે કરી શકવાની તાકાત તેનામાં છે. 

આપડે અહી એક એવાજ વ્યક્તિ ની વાત કરવા જઈ રહયા છીએ કે જેમણે ઘણી નાનું એવી ઉમર માં તેમનું સપનું પૂરું કરી લીધું. તો ચાલો આ ઘટના વિશે આખી માહિતી મેળવીએ. આ વાત મોરબી નજીકના બગથળા ગામના યુવક ની છે કે જે હાલ કેનેડા માં છે. જે એવી માહિતી આપે છે, કે કોઈપણ સપના પુરા કરી શકાય છે. 

વાતની શરૂઆત મોરબીના બગથળા ગામના વાતની ડોક્ટર હસમુખભાઈ મેરજા ની છે. તેમણે તેમની શરુઆતનો અભ્યાસ મોરબીના બગથળા ગામ માજ કરીયો, પછી વેટરનરી ડોક્ટર બનેલા હસમુખભાઈ ૨૦૦૧ થી કેનેડા ગયા અને ત્યાજ કાયમી થઇ ગયા. આ વાત તેમના પુત્ર ની છે.

તેમના પુત્ર નું નામ વિસ્મય છે. જે માત્ર ૨૩ વર્ષ ની ઉમરમાં કેનેડાના નોટરી બની ગયા. વિસ્મય નાનપણ થીજ ભણતર માં સારા હતા. તેમણે ૧૨ માં ધોરણ માં પણ સારા એવા ગુણ મેળવી રેન્ક પણ લીધી હતો. તેમેણે ઘણીજ અઘરી એવી LSAT(લો સ્કૂલ એડમીસન ટેસ્ટ) પણ ઘણા સારા માર્કે પાસ કરી.

અને તેમણે લંડન ની સ્કૂલ ઓફ ઇકોનોમિકસ નામની કોલેજ માં એડમિશન લીધું. આ કોલેજ માં નોબેલ લોર્ડ મેદનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ, પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ, વિજેતા અમર્ત્ય સેન, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ અને સાત નોબલ વિજેતાઓ ભણ્યા છે.   

વિસ્મયએ પહેલા પોલીસ ખાતા માં પણ કામ કરેલું છે. અને હાલ તેઓ ૨૩ વર્ષ ની ઉમરે કેનેડાના સૌથી નાની ઉમરના નોટરી બનીગયા છે. જોકે હજુ પણ તેમની ઈચ્છા સૌથી યુવાન જજ બનવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *