ઉનાળામાં વધારે પડતી કેરી ખાવી પડી શકે છે ભારે!! શરીરને કરે છે આ નુકશાન, ક્યારે ને રોજ કેટલા પ્રમાણમાં ખાવી?? જાણો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો લોકો ઉનાળાના સમયમાં સૌથી વધારે કેરી ખાતા હોય છે, કેરી ખાવાથી અનેક ફાયદાઓ તો થાય જ છે પરંતુ સાથે સાથે અનેક એવા મોટા નુકશાન પણ થતા હોય છે, તો આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ આર્ટિકલ લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમને પણ આંચકો જ લાગશે.
આમ તો કેરીની અંદર વિટામિન A, B, C અને વિટામિન E ની સાથો સાથ મેગ્નેશ્યમ, ફાયબર,ફાયબર અને તાંબા જેવા અનેક ગુણો હાજર હોય છે આથી તે શરીર માટે તો ખુબ ફાયદાકારક રહે જ છે, પણ આજે અમે તમને તેના નુકશાન વિશે જાણવાના છીએ. કેરી ખાવાથી મોટાપામાં વધારો થાય છે, જો તમે પાતળા થવા માટે ડાઇટ કરતા હોવ તો કેરી તમારા માટે અડચણ રૂપ સાબિત થઇ શકે છે, કારણ કે કેરી એ શરીરના ફેટમાં વધારો કરે છે.
કેરીને ગરમ તાસીર માનવામાં આવે છે આથી જ જો તમે તેનું વધારે સેવન કરતા હોવ તો તેનાથી ખીલ, નાની નાની ફોડીકીયો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો રહેતો હોય છે.એટલું જ નહીં કેરીની અંદર ખુબ મોટી માત્રામાં ફાયબર હોય છે આથી દસ્ત લાગવાની પણ સમસ્યા થઇ જતી હોય છે.
કેરીમાં રહેલી કુદરતી મીઠાસની માત્રા ખુબ વધારે હોય છે આથી જો વધારે પ્રમાણમાં કેરી ખવાય જાય તો શુગર લેવલ પણ વધી શકે છે અને તેના લીધે ડાયાબિટીસ જેવી બીમારી થવાની સંભાવના રહે છે.ઘણાં લોકોને કેરી ખાવાની આદત પડી ગઈ હોઈ છે આથી જ આવી કેરી ખાવાના ઉત્સાહને જેમ બને તેમ ઓછો રાખવો જોઈએ અને રોજ એક જ કેરી ખાવી જોવે.