જ્યારે મુસીબતમાં પીડાતા એક વૃદ્ધ માજીની દિકરાની જેમ ખજૂર ભાઈ આવ્યા મદદે કરી આવી મદદકે જાણીને..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા નો જમાનો છે લોકો અહીં પોતાના અનોખા અંદાજ અને આવડત દ્વારા નામના મેળવે છે અને સ્ટાર બને છે જેમાં આપણા ગુજરાત ના ઘણા લોકોનો પણ સમાવેશ થાય છે પરંતુ સ્ટાર બન્યા બાદ ખોટા ઘમંડ માં રહેવું કે કોઈને તુછ સમજવાએ સૌથી મોટી ભૂલ છે સાચો સ્ટાર કોને કહેવાય તે જાણવું હોઈ તો ખજૂર ભાઈ ને મળવું પડે.
આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર મનુષ્યની ફરજ અન્યને મદદ કરવાની છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી ને તેમનો ટેકો બનવાથી એનોખા આનંદ ની પ્રાપ્તિ થાય છે અને કહેવાય પણ છે કે સમાજ સેવા એજ સાચી પ્રભુ સેવા છે પરંતુ આજે ઘણા ઓછા લોકો છે કે જે પોતાની પાસે રહેલ પૈસા કે અન્ય આવડતથી બીજા ને મદદ કરવાની વૃતિ રાખે છે ખરાબ સમયમાં મદદ કરવાનાર વ્યક્તિ ભગવાનનું રૂપ જ માનવામાં આવે છે.
આપણે અહીં એક આવાજ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ હાલમા ગરીબો ના મસીહા બની ગયા છે આપણે અહીં ખજૂર ભાઈ વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી ખજૂર ભાઈ સેવા કાર્યમાં જોડ્યા છે તેઓ લોકોને આર્થિક અને અન્ય રીતે મદદ કરી રહ્યા છે ઉપરાંત જરૂરિયાતમંદ લોકો ને ઘર પણ બંધાવી રહ્યા છે.
તેમની આજ સેવા યાત્રામાં તેમને હાલમાં 196 મુ ઘર બનાવ્યું છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર ના સાસેરા ગામમાં એક માજી રહે છે માજી ના પતિ ગુજરી ગયા છે અને તેઓ પોતાના બાળક સાથે રહે છે તેઓ વિકલાંગ છે ઉપરાંત દિકરા ને છાતી માં દુખાવાનો રોગ છે માટે તેઓ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી શક્તા નથી.
ઉપરાંત તેમની ઘરની વસ્તુઓ પણ ખાલી થઈ ગઈ છે અને ઘર પણ તૂટી ગયું છે પરંતુ નબળી આર્થિક સ્થિતિ ને કારણે ઘર બનાવી સકતા નથી તેઓ મહામહેનતે ખોરાક મેળવે છે. જ્યારે આ વાત ની જાન ખજૂર ભાઈ ને થઈ તો તેઓ માજી પાસે ગયા અને તેમનું મકાન બનાવી આપ્યું કે જેથી તેમને મુશ્કેલી નો સામનો ના કરવો પડે.