Entertainment

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મના પ્રમોશન કરતા જોવા મળી ! પણ સ્ટેજ પર જ થઇ ગયું એવું કે….જુઓ વિડીયો

Spread the love

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલના સમયમાં બોલીવુડના એક ફેમસ કપલ માંથી એક કપલ બની ચુક્યા છે, તમને ખબર જ હશે કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર કલાકારો લગ્ન સંબંધમાં બંધાય ગયા છે અને તેમની જોડીને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહી છે,આવી તમામ જોડીમાં રણબીર-આલિયા, વિક્કી-કેટરીના કેફ તથા સિધાર્થ અને કિયારાની જોડીનો સમાવેશ થાય છે.

એવામાં કિયારા અડવાણી હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચામાં આવી રહી છે કારણ કે તેની કાર્તિક આર્યન સાથે ‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મ આવી રહી છે જેની રિલીઝ ડેટ પણ આવી ચુકી છે અને તેનું સ્ક્રિન્ગ પણ હાલ થઇ રહ્યું છે. એવામાં આ ફિલ્મના પ્રમોશનમાં કિયારાનો સાથ આપવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા તેમનો પરિવાર પણ પોંહચયો હતો અને આ ફીલમું પ્રમોશન કરવામાં આવ્યું હતું.

એક જ કાર્યક્રમમાં એક સાથે જોઈને પેપરાજિએ આ કપલને ‘રિયલ લવ સ્ટોરી’ કહીને ચીઢવ્યા હતા જે સાંભળ્યા બાદ આ કપલ પણ શરમાય ગયું હતું.એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં કિયારા સિધાર્થનો હાથ પકડીને જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં આ પ્રેમી સ્ટાર કપલ પેપરાજિને સારા સારા પોઝ આપતા પણ દેખાય રહ્યું છે.કિયારાએ અનારકલી પહેરેલ છે જયારે સિધાર્થ કેઝ્યુલ કપડામાં દેખાય રહ્યો છે.

સિદ્ધાર્થ તથા કિયારાએ એકબીજાના હાથ પકડીને ખુબ સારા એવા પોઝ આપતા નજરે પડી રહ્યા છે,આ કપલને એક સાથે જોઈને સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ વધારે પ્રતિક્રિયા આપી રહયા છે.વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ અનોખી કમેન્ટ કરી હતી જેમાં અનેક સોશિયલ મીડિયા યુઝરો દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘આ જોડું ખુબ ક્યૂટ લાગી રહ્યું છે.’આવી અનેક કમેન્ટ સોશિયલ મીડિયા યુઝર દ્વારા કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *