Entertainment

કિંગ ખાન શાહરુખ ખાન એ પોતાના પરિવારની સાથે કંઈક આવા ખાસ અંદાજમાં મનાવી 15 મી ઓગસ્ટ …. જુવો વિડિઓ

શાહરુખ ખાન એ દરેક તહેવારની જેમ 15 મી ઓગસ્ટ ને પણ પુરા સન્માનની સાથે મનાવ્યો. તેમને સ્વતંત્રતા દિવસ પર પોતાના બંગલા મન્નત માં તિરંગો ફરકાવ્યો હતો. અભિનેતાએ ટ્વીટર પર પોતાના પરિવારની સાથે એક તસ્વીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે મન્નત ની અગાશીમાં ઝંડો ફરકાવતા નજર આવી રહ્યા છે.આનો શ્રેય શાહરુખ ખાન એ પોતાના દીકરા અબરામ ને આપ્યો છે.

તેમને જણાવ્યું કે તેમના નાના દીકરાએ ઘરમાં આ પરંપરા શરુ કરી છે. ટ્વીટર પર વિડીયો અને તસ્વીર શેર કરતા શાહરુખ ખાન એ લખ્યું કે નાના બાળકે આ પરંપરા બનાવી દીધી છે. આપણા પ્યારા તિરંગા ને ફરકાવી રહ્યો છે અને દરેકને સ્વતંત્રતા દિવસની શુભકામના. દરેકને પ્રેમ અને આપનો દેશ, સમૃદ્ધ થાય અને આપણે દરેક તેની સાથે હોઈએ. વીડિયોમાં શાહરુખ ખાન ની સાથે તેમનો દીકરો ઇબ્રામ , પત્ની ગૌરી ખાન અને સ્ટાફ મેમ્બર્સ નજર આવી રહયા છે.

આની સાથે જ શાહરુખ ખાન ની ફિલ્મ સ્વદેશ નું ગીત પણ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ને પણ એક રેસ્ટોરંન્ટમા જોવામાં આવી હતી. જ્યા તે પોતાની પહેલી ફિલ્મ ‘ દ આર્ચીઝ ‘ ના કલાકારો ની સાથે એક ચેરિટી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહયા છે. શાહરુખ ખાન હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ જવાન ‘ ના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

જે 7 સપ્ટેમ્બર ના રોજ સિનેમાઘરોમાં જોવામાં એટલી નિર્દેશિત આ ફિલ્મ માં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ , રિદ્ધિ ડોગરા જેવા કલાકારો પણ છે. ફિલ્મ માં દીપિકા પાદુકોણ નો એક સ્પેશ્યલ અપિયરેંસ હશે. આના પછી તે રાજકુમાર હીરાની ની ફિલ્મ ‘ ડંકી ‘ માં નજર આવશે. ફિલ્મ માં તાપસી પન્નુ પણ છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન ની આ વર્ષની બીજી રિલીઝ થનારી ફિલ્મ હશે.

આની  પહેલા ‘ પઠાણ ‘ એ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો હતો. આ ફિલ્મ હાલમાં તો સૌથી વધારે કમાણી કરનારી ફીલ ગણાય છે. ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ તોડ્યા અને આ સિલ્વર સ્ક્રીન પર શાહરૂખ ખાન ને મોટી વાપસીના રૂપમાં જોવામાં આવશે કેમકે અભિનેતા 2018 માં ની જીરો ફિલ્મ આવ્યા બાદ કોઈ પણ ભૂમિકામાં નજર આવ્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *