Gujarat

કિન્નરે એવું કામ કર્યું કે પોલીસે પણ કર્યું સન્માન ! લૂંટારુઓ એક યુવતી સાથે દુષ્કર્મ કરવાની ફિરાક માં, જાણો.

Spread the love

રોજબરોજ હત્યા, આત્મહત્યા, ચોરી અને લૂંટના બનાવો સામે આવતા હોય છે. ગાંધીનગરમાંથી એવી જ એક ઘટના ત્રણેક મહિના પહેલા સામે આવી હતી. જેમાં હવે એક લૂંટારૃ ગેંગે એક યુવક અને એક યુવતી ઉપર હુમલો કરીને તેની સાથે લૂંટ કરી હતી અને યુવતી ઉપર દુષ્કર્મ આચારવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાંથી પસાર થતી કિન્નર કે જેને આજુબાજુમાંથી બચાવો બચાવો નો અવાજ સંભળાતા તે તેને બચાવવા દોડી આવ્યા હતા અને યુવતી ની ઈજ્જત બચાવી હતી.

વધુ વિગતે વાત કરવામાં આવે તો હાલ વડોદરામાં રહેતી અને મૂળ ગાંધીધામની 26 વર્ષની યુવતી ઓક્ટોબર મહિનામાં કુડાસણ ઉમિયા કોમ્પલેક્ષમાં રહેતા મિત્રને ત્યાં ઈલેક્ટ્રીક સ્કૂટર ઉપર બેસીને અમદાવાદથી ગાંધીનગર વાળ કપાવા માટે આવી હતી. બાદમાં યુવતીને વડોદરા પરત ફરવું હોય યુવક અને યુવતી એસટી ડેપોમાં આવ્યા હતા. યુવક યુવતીને એસટી ડેપોમાં ઉતારવા આવ્યો હતો.

પરંતુ બસને આવવામાં વાર હોય બંને જણા સ્કૂટર પર ફરતા ફરતા એસટી ડેપોની પાછળના વિસ્તારમાં નીકળ્યા હતા. જે દરમિયાન સ્કૂટર સાઈડમાં રાખી યુવતી લઘુશંકા કરવા જાડિયોમાં ગઈ હતી એ દરમિયાન ત્રણ લોકો તેની પાસે આવ્યા અને તેઓને કહ્યું કે તમારું સ્કૂટર ચોરીનું છે તેને ડીકી ચેક કરવી જોશે અને તેઓએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. એમ કહીને યુવકને લાફો મારી તેની પાસેથી ₹800 લૂંટી લીધા હતા.

ત્યારબાદ સ્કૂટર ઈલેક્ટ્રીક હોય મોબાઈલના પાસવર્ડથી ચાલતું હોય એટલે લૂંટારો રોશે ભરાયા અને યુવકને ઢોર માર્યો હતો. જે બાદ તેની નજર યુવતી ઉપર ગઈ અને શારીરિક અડપલા શરૂ કરી દીધા હતા. યુવતી ને ધક્કો મારીને યુવતી ની બુટી અને સોનાની ચેન લૂંટી લીધી હતી. આ ઘટના બનતા યુવતી એ બુમાબુમ કરી હતી. એ સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા કિન્નર નુતન દે ઉર્ફે એન્જલે આ બુમાબૂમ સાંભળી અને તે હિંમત પૂર્વક ત્યાં પહોંચ્યા.

એ સમયે લૂંટારો યુવતી ઉપર ખરાબ નજર રાખી દુષ્કર્મની કોશિશ કરવાની આડમાં હતા. પરંતુ કિન્નર નૂતન દે એ હિંમત પૂર્વક ત્યાં પહોંચ્યા અને ત્રણેય લોકોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો અને યુવતી અને યુવકને બચાવી હતા. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી અને ગાંધીનગર પોલીસ દ્વારા કિન્નર નું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના ત્રણ મહિના બાદ પોલીસે અમદાવાદના સરદાર નગરના 16 વર્ષીય સગીર સહિત ત્રણને ઝડપી પાડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *