એક નાનકડી બાળકી માટે કિર્તીદાન ગઢવી એ કર્યું એવું કે જોઈને સૌ કોઈ….

આપડે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત સમગ્ર વિશ્વમાં પોતાની અલગ નામના ધરાવે છે તેવામાં જો વાત આજના સમયની કરીએ તો હવે ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ અને અને સમગ્ર વિશ્વ ગુજરાતી સંગીત માં ખોવાઈ જાઈ છે જોકે તેની પાછળ આપડા ગુજરાતી સિંગરોની ઘણીજ મહેનત છે આપડે અહીં એક આવાજ ગુજરાતી સંગીતકાર કે જેઓ સમગ્ર વિશ્વમાં પોતાના સંગીતને કારણે નામના ધરાવે છે તેમના વિશે વાત કરશું અને કઈ રીતે તેમણે એક નાનકડી બાળકી માટે કર્યું આવું કે સૌ કોઈ ભાવુક થઇ ગયા. તેના વિશે જાણીશું.

આપડે વાત કરશું કિર્તીદાન ગઢવી અંગે. આપણે સૌ તેમના થી પરિચિત છીએ તેમનું નામ આજે દેશ વિદેશ માં ગુંજે છે તેઓ ફક્ત ગુજરાત જ નહિ પરંતુ આખા દેશ અને સમગ્ર વિશ્વમાં અનેક સ્થળો એ પોતાના કાર્યક્રમો કરે છે તેમના તમામ ગીતો લોકોમાં ઘણા જ લોકપ્રિય બની રહે છે, તેઓ ગુજરાતી લોકસંગીત, સૂફી સંગીત, અને આધુનિક અને પૌરાણિક સંગીત ગાઈ છે વળી હવે તેમણે બૉલીવુડ ના સંગીત માં પણ પગ મુક્યો છે. તેઓ ઘણા બૉલીવુડ સંગીત ને પોતાના અંદાજ માં ગાઈ છે જે લોકોમાં ઘણા ફેમશ છે.

તેમાં પણ આશિકી 2 ના સંગીતો ઘણા લોક પ્રિય છે. તેમના અન્ય ગીતો જેવાકે સાયબો રે ગોવાળિયો, ગાયોનો ગોવાળ, તેરી દિવાની, વગેરે પણ ઘણા ફેમસ છે. તેમની ઈચ્છા ગુજરાતી સંગીત ને વિશ્વ વ્યાપી બનાવવાની છે. જો વાત તેમના અભ્યાસ વિશે કરીએ તો તેમણે વલ્લભ વિદ્યાનગર માં બી.કોમ માં પ્રવેશ લીધો હતો પરંતુ સંગીત પ્રત્યેના તેમના આકર્ષણ ને કારણે તેમને બીજા વર્ષ માં તેમણે આ અભ્યાસ છોડી દીધો. ત્યાર બાદ તેમણે વડોદરા માં સયાજીરાવ યુનિવર્સિટી માંથી 5 વર્ષ નો શાસ્ત્રીય સંગીત નો કોર્સ કરીયો હતો.

આમતો તેઓ અનેક જગ્યાએ પોતાના કાર્યક્રમ માટે જાઈ છે પરંતુ તેમણે પોતાના એક યાદગાર પ્રવાસ અંગે જાણવતા કહીંયુ કે તેઓ જયારે એસ્ટ્રેલિયા ના પાર્થ શહેરમાં કાર્યક્રમ માટે ગયેલા ત્યારે તેમના ત્યાંના પ્રોડ્યુસર પાસે એક વ્યક્તિ નો ફોન આવ્યો અને તેણે જણવ્યું કે તેમને કિર્તીદાન ગઢવી ને તેમના ઘરે લઇ જવા છે આ વાત સાંભળતા તે પ્રોડ્યૂસર નવાઈ પામ્યો કારણકે કિર્તીદાન ગઢવી ના અનેક ફેન છે તો શું દરેક તેમને પોતાના ઘરે લઇ જાઈ.

તે વ્યક્તિ એ વધુમાં જણવ્યું કે તેની દીકરી સાત આઠ મહિનાથી રોજ કિર્તીદાન ગઢવી નું ગીત “મારી લાડકી” સાંભળીને જ સુવે છે પરંતુ હવે તે તેમની વચ્ચે નથી. તો જો કિર્તીદાન ગઢવી એક વાર તેમના ઘરે આવી તેમની દીકરીના ફોટાની આગળ આ ગીત ગાશે તો તેમની બાળકીની આત્માને શાંતિ મળશે. આ બાબત અંગે જાણ થતા કિર્તીદાન ગઢવી તે બાળકીના ઘરે પહોંચ્યા અને બાળકીના ફોટા પર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી અને “મારી લાડકી ” ગીત પણ ગયું. આ ક્ષણે સમગ્ર પરિવાર ત્યાંજ ઉપસ્થિત હતો અને સૌ કોઈ ભાવવિભોર બની ગયા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *