લગ્નના નામ થી કંટાળી ભાવનગર ની આ નર્સે ગળાફાંસો ખાઇ સુસાઇડ નોટ મા માતા પિતા વિશે લખ્યું એવું કે…

મિત્રો આપડે સૌ જાણીએ છીએ લગ્ન એ સમાજ વ્યવસ્થા નું એક મહત્વ નું અંગ છે. તેવામાં જો વાત આપડા દેશ ની કરીએ તો અહીં સૌ કોઈ લગ્નને ઘણોજ પવિત્ર સંસકાર માને છે. દેશ માં મોટા ભાગના લોકો યોગ્ય સમયે લગ્ન કરેજ છે તેવામાં જે વ્યક્તિ લગ્ન નથી કરતી તેવી વ્યક્તિ ઓ પ્રત્યે સમાજ ની નજર કંઈક અલગ હોઈ છે. તેવામાં જયારે છોકરો કે છોકરી યુવાન અવસ્થામાં પહોંચે છે ત્યારે ઘણી વાર તેમના પર લગ્ને લઇ લોકો દબાણ કરે છે. જોકે આવું દબાણ બધા સહન કરી શકતા નથી પરિણામે અમુક વ્યક્તિઓ એવું પગલું ભરી બેસે છે કે જેની કોઈ ને આશા પણ ના હોઈ.

આપડે આજે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરશું કે જ્યાં ભાવનગર ની એક નર્સ કે જેને લગ્ન નહોતા કરવા તેથી તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. આ બનાવ ભાવનગર ની સર.ટી. હોસ્પિટલ માં બન્યો છે. અહીંની એક નર્સ કે જેમને લગ્ન ન હોતા કરવા માટે તેમને હોસ્પિટલ ના સાત માં માળે આવેલ સ્ટોર રૂમ માં ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ ભાવનગર ના સર.ટી.હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતી અમી બહેન તુલસી ભાઈ મકવાણા કે જેમની ઉમર 22 વર્ષ છે અને પોતે ભાવનગર ના આનંદ નગર વિસ્તાર માં રહે છે તેમણે સાંજે 7.30 વાગ્યા ના સમય આસપાસ સર.ટી.હોસ્પિટલ ના સાત માં મળે આવેલ સ્ટોર રૂમમાં પાંખ સાથે ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હતી.

આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ તંત્ર ખડેપગે થઈ ગયું હતું અને આ આત્મહત્યા નું જાણ નિલમબાગ પોલીસ મથકે કરવામાં આવી. ત્યાર બાદ પોલીસ ટિમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તમામ વસ્તુ પોતાના કબ્જામાં લઇ વધુ તાપસ હાથ ધરી. જેમાં પોલીસ ને આ યુવતી ના બેગ માંથી તેને લખેલ એક સુસાઇડ નોટ પણ મળી આવ્યો જેમાં તેણે જણાવ્યુ કે તેને લગ્ન નથી કરવા માટે તે આ પગલું ભારે છે અને છેલ્લે લખ્યું કે લવ યુ મમ્મી લવ યુ પપ્પા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *