Gujarat

કોરોનાએ ઉતરાયણ નો રંગ બગાડ્યો વ્યાપાર ધંધાની કમરતોડી જેના કારણે અમદાવાદ ના વેપારીઓ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત અનેક રાજ્યો અનેક ભાષા અને વિવિધ ધર્મોના લોકો થી બનેલો દેશ છે ભારતમાં અવારનવાર અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે અને લોકો પણ આ તમામ તહેવારો ને ઘણા જ ઉત્સાહથી ઉજવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ ઉતરાયણ નો પર્વ શરૂ છે. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે આ પર્વ બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિઓને ઘણો જ પસંદ આવે છે.

આ પર્વ નિમિત્તે લોકો ઉતરાયણ પહેલા ઉતરાયણના દિવસે અને ઉત્તરાયણ પછી પણ અમુક સમય સુધી પતંગ ચગાવતા હોય છે આ માટે લોકો વહેલી સવારથી જ અગાસી ઉપર ચડી જાય છે અને પોતાના પતંગ વડે અન્યના પતંગ ને કાપવાની હિમાયત હાથ ધરે છે મિત્ર આપણે સૌ જાણીએ છીએ કે આ તહેવાર લોકોને ઘણોજ આનંદ આપે છે અહીં લોકો પતંગ ચગાવવાની સાથોસાથ અનેક પ્રકારની સ્વાદિષ્ટ પકવાનો ખાવામાં પણ રસ ધરાવતા હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ નિમિત્તે અલગ-અલગ પ્રકારના લાડવા અને મીઠાઈઓ ઉપરાંત સ્વાદિષ્ટ ભોજન લોકો દ્વારા બનાવવામાં અને ખાવામાં આવે છે તેવામાં જો વાત આપણા ગુજરાત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની પ્રજા જલેબી ફાફડા ને કેટલી શોખીન છે લોકો આ પર્વ નિમિત્તે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલ કોરોના ની પરિસ્થિતિ ચાલી રહી છે તેવામાં એક બાજુ લોકો ઉત્તરાયણ ખુશીઓમાં ડૂબેલા છે ત્યાં બીજી બાજુ કોરોના ના વધતા કેશો એ લોકોની ચિંતા વધારી છે કોરોના ની આવી પરિસ્થિતિ ઉતરાયણના જલસા પર પણ પડી છે જેના કારણે ઉતરાયણ ના રંગ માં ભંગ પડ્યો હોય એવું લાગે છે.

મિત્રો જો વાત અમદાવાદ અંગે કરીએ તો અહીં લોકો ઉત્તરાયણનો તહેવાર નિમિતે ઊંધિયું અને જલેબી ખાવા પસંદ કરે છે. પરંતુ આજ વખતે જાણે આ પરંપરા ને કોરોનાની નજર લાગી હોઈ તેવું લાગે છે. ઉપરાંત વધતી મોંઘવારીએ પણ આજ વખતે લોકો ને ઘણા હેરાન કર્યા છે. જેના કારણે આજ વખતે લોકો દ્વારા ઊંધિયું અને જલેબીની માંગ માં ઘટાડો જોવા મળ્યો છે.

મિત્રો જો વાત ઊંધિયું અને જલેબી ના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે આજ વખતે ઊંધિયાનો ભાવ 200-500 પ્રતિ કિલો જ્યારે જલેબી નો ભાવ 200-650 પ્રતિ કિલો હતો. ઉપરાંત સ્વાદિષ્ટ લીલવાની કચોરીનો ભાવ 150-400 પ્રતિ કિલો જોવા મળી રહ્યા હતો. આજ વખતે કોરોના ને કારણે ઉતરાયણના દિવસે વિવિધ વિસ્તારમાં લાગેલા સ્ટોલ પર પણ ઊંધિયું, જલેબી ખરીદવા આવતા લોકોની અવરજવર પણ સામાન્ય જોવા મળી છે.

ઉપરાંત કોરોનાની નવી ગાઈડ લાઈન ના કારણે પણ વેપારીઓ ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. અમુક વેપારીના જણાવ્યા અનુસાર લોકો દ્વારા કરાવવામાં આવેલ એડવાન્સ ઓર્ડર પણ કોરોના ના કારણે કેન્સલ કરવામાં આવ્યા હતા. આમ કોરોનાએ ઉતરાયણ ના તહેવાર નો રંગ ફિકો કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *