દરિયામાં પુત્રને બચાવ્વા જતા એક જ પરિવાર ના ત્રણ લોકો ના દુઃખદ અવશાન જેના કારણે પરિવારમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે તેનો પરિવાર ઘણો મહત્વ નો હોઈ છે. પરિવાર દરેક વ્યક્તિને શક્તિમાન કરે છે. જેના કારણે જો પરિવાર ના એક સભ્ય પર પણ આફત આવી હોઈ તો પરિવાર ના તમામ લોકો તેને નિવારવામા એક બીજા નો સાથ આપે છે. આજ કારણ છે કે પરિવાર દરેક માટે જરૂરી છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક બાળક ના જીવનમાં માતા પિતાનું મહત્વ ઘણું હોઈ છે. દરેક માતા પિતા પોતાના સંતાન ના ઉજ્વળ ભવિસ્ય માટે સતત પ્રયત્નશિલ રહેતા હોઈ છે. આપણે સૌ સંતાનો માટે માતા દ્વારા કરવામાં આવતા કામો વિશે ઘણી વાત કરી છે. પરંતુ દરેક બાળકના જવાન માં પિતાનું જે સ્થાન છે તે સ્થાન કોઈ પણ લઇ શકતું નથી. પિતા ભલે બાળક સામે તેનો પ્રેમ દર્શાવે નહીં પરંતુ પિતા જેટલો પ્રેમ બાળકને કોઈ પણ કરી શકે નહીં.
પિતા સતત એવા જ પ્રયશોમા રહે છે કે પોતાના બાળકને સારું અને સુરક્ષિત ભવિસ્ય કઈ રીતે આપી શકાય. જેના કારણે તેઓ સંતાન પર આવેલ મુસિબતનો સામનો કરે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં પોતાના બાળકો ને બચાવવા જતા એક જ પરિવાર ના ત્રણ લોકો અવશાન પામ્યા છે.
મળતી માહિતી મુજબ આ બનાવ મધ્ય અમેરિકા સ્થિત પનામા નો છે. જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામે રહેતા આહીર પરિવારના બે ભાઈ દીપક સુખરામ આહીર, જિતેન્દ્ર ધનસુખભાઈ આહીર પોતાના પરિવાર સાથે અહીં વસવાટ માટે આવ્યા હતા.
તેવામાં આ પરિવાર ના લોકો રજા નો આનંદ લેવા માટે પનામાં દરિયા કિનારે ગયા હતા. તેમના પુત્રો સ્મિત દિપકભાઈ આહીર અને જશ જીતેન્દ્રભાઈ આહીર પરિવાર સાથે દરિયાના પાણીમાં મજા કરતા હતા. આ સમયે દીપક ભાઈ અને જિતેન્દ્ર ભાઈ કિનારે બેઠા હતા. તેવામાં તેમણે દરિયામાં દૂરથી મોટું મોજું આવતું નજરે પડતા તે બંને પોતાના બાળકો ને બચાવવા માટે પાણી માં ગયા.
આ પૈકી જશને અન્ય લોકોની મદદથી બચાવી લેવામા આવ્યો. પરંતુ જિતેન્દ્ર ભાઈ અને દિપક ભાઈ સાથે સ્મિત દરિયાના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ બાબત ની જાણ થતાં તરત જ સ્થાનિક તરવૈયા અને વહીવટી તંત્રના લોકો પહોંચી ગયા અને તેમની મદદથી દિપક ભાઈ અને સ્મિતનો મૃતદેહ મળી આવ્યા. જે બાદ બે દિવસ બાદ જિતેન્દ્રભાઈનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.