IndiaNational

ત્રણ કાળા કોબ્રા નો ફોટો થયો વાયરલ ફોટો પાડનાર વ્યક્તિ ના જણાવ્યા અનુસાર આ ત્રણેય કોબ્રાના……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી દુનિયા અને આપણી આસપાસ ની પ્રકૃતિ ઘણી જ સુંદર છે જેના કારણે અલગ અલગ સમય ગાળા દરમિયાન આપણી પ્રકૃતિના અલગ અલગ નજરઓ જોવા મળે છે. જેમાં વસંતથી લઈને પાનખર અને બરફ વર્ષા થી લઈને હરિયાળી પણ જોવા મળે છે.

આવા નજરઓ આખો અને મનને ઘણા પ્રસન્ન કરી દે છે. જોકે ઘણી વખત કુદરતના ઘણા વિકરાળ સ્વરુપો પણ જોવા મળે છે. તે ઘણા જ ડરાવના હોઈ છે. જયારે વાત અલગ અલગ પશુ અને પક્ષિઓ અંગે કરીએ તો કુદરત દ્વારા દરેક પ્રાણી અમે પક્ષિઓ ને અલગ અલગ ખાસયતો આપી છે જેના કારણે આવા જીવો પણ માનવીનું મન મોહી લે છે.

જોકે બધા પ્રાણીઓ આવા હોતા નથી અમુક એવા પણ જીવો હોઈ છે કે જેને જોયા પછી ભલ ભલા માનવીને પરસેવો છુટી જાય છે. કારણકે આવા પ્રાણીઓ ઘણા જ ઘાતક અને ખૂંખાર હોઈ છે. આવું જ એક જીવ સાપ છે. આપણે સૌ જાણીએ છિએ કે સાપ ઘણો જ ઝેરિલો જીવ છે. તેનું ઝેરનુ એક ટીપું કોઈ પણ ને મારવા માટે કાફી છે. માટેજ લોકો ના મનમાં સાપનો ઘણો ડર જોવા મળે છે.

જો કે હાલ સૉશ્યલ મીડિયા પર સાપ નો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ કોબ્રા સાપ જોવા મળે છે. જો આ ફોટા વિશે વિસ્તારથી વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે છે

આપણે સૌ સૉશ્યલ મીડિયા પર કુદરત ને લાગતા અનેક ફોટાઓ જોતાં હોઈએ છિએ તેવી જ રીતે દેશના જંગલોમાં જોવા મળતા કુદરતના આવા સુંદર નજરઓ ને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય વન અધિકારીઓ ઘણી વખત આવા સુંદર ફોટાઓ પડીને તેને સોશિયલ મીડિયા પર લોકોને માટે મુક્ત હોઈ છે.

હાલ આવોજ એક ફોટો કે જે IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે, કે જે સોશિયલ મીડિયા અને લોકો વચ્ચે ઘણો જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં ત્રણ કાળા કોબ્રાને એક ઝાડ પર એક બીજા સાથે ચડેલા જોવા મળે છે.

આ ફોટા ને શેર કરતા IFS ઓફિસર સુસાંતા નંદાએ જણાવ્યું છે કે ”અમને આશીર્વાદ આપો… જ્યારે ત્રણ કોબ્રા તમને એક જ સમયે આશીર્વાદ આપે છે. જોકે, કેટલાક લોકો એવું માનતા નથી.” હાલ લોકો ફોટો જોઈ ને અલગ અલગ કોમેન્ટ પણ કરે છે જે પૈકી એક યુઝરે લખ્યુંકે ‘સુંદર પરંતુ ફક્ત દૂરથી નજીકથી તો માત્ર ડરથી પરસેવો આવશે’. જ્યારે અન્ય વ્યક્તિ એ લખ્યું કે ત્રણ કાળા કોબ્રા જેટલા સુંદર દેખાય છે તેટલા જ ડરામણા પણ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *