કોકિલ કંઠી ‘કિંજલ દવે’ એ તેના જન્મદિવસ નિમિતે એવું કાર્ય કર્યું કે ચારેબાજુ થવા લાગી વાહ! વાહ! જાણો શું કર્યું એવું,
ગુજરાતના ગાયક કલાકાર કિંજલ દવે ખૂબ જ ચર્ચાનો વિષય રહે છે. થોડા દિવસો પહેલા તે તેના ભાવી પતિ સાથે દુબઈના પ્રવાસે હતી. તો કિંજલ દવે નો 24 નવેમ્બરના રોજ જન્મદિવસ હોય કિંજલ દવે જન્મદિવસની એવી રીતે ઉજવણી કરી કે જેને જાણીને લોકો તેની વાહ વાહ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા કિંજલ દવે એ તેના પિતા લલિત દવે ને થાર ગાડી ગિફ્ટ કરી હતી.
એવામાં કિંજલ દવે નો જન્મદિવસ હોય કિંજલ દવે એ જન્મદિવસના નિમિત્તે એક એવું કાર્ય કર્યું કે કિંજલ દવે 24 માં જન્મદિવસ નિમિત્તે અનાવાડા ગામમાં આવેલી હરિઓમ ગૌશાળા ની 24 ગૌ માતાઓને એક વર્ષ માટે દત્તક લીધી અને જન્મદિવસ નિમિત્તે 1,71,000 નું દાન ગૌશાળામાં કર્યું હતું. કિંજલ દવે ને લઈને તેના ચાહકોમાં ખૂબ ખુશીની લાગણી જોવા મળે છે અને કિંજલ દવેના આવા પ્રેરણાદાય કામને લઈને ચાહકો તેને જન્મદિવસની શુભકામનાઓ ઉપરાંત આ કામ કરવા માટે તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
કિંજલ દવેના જન્મદિવસ નિમિત્તે આ કાર્ય કરીને તેને એક ઉમદા કામ કરેલું જોવા મળે છે. કિંજલ દવેના જન્મદિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવેલી હતી. તસવીરોમાં જોવા મળે છે તેમ કિંજલ દવે અને તેના પિતા જન્મદિવસના કેકની સામે ઊભા રહીને ફોટો પડાવતા જોવા મળે છે. તેના અનેક ફોટા વાયરલ પણ થયેલા જોવા મળતા હતા. આમ ગાયક કલાકાર કિંજલ દવે આજે શાનદાર રીતે જીવન વિતાવતી જોવા મળે છે.
ચાર ચાર બંગડી વાળી ગાડી થી ફેમસ થયેલી કિંજલ દવે આજે ગુજરાતવાસીઓમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેની ગાયિકા ઉપર લોકો ખૂબ જ મોહિત થઈ જતા હોય છે. કિંજલ દવે આજે ગુજરાતમાં જ નહીં ભારતની બહાર વિદેશમાં જઈને પણ વસતા ગુજરાતવાસીઓમાં કાર્યક્રમો આપતી જોવા મળે છે અને દેશ વિદેશમાં વસતા ગુજરાતી વાસીઓને પણ મનોરંજન કરાવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!