પિતા એ તેના બાળક ને હવા માં એટલો ઉંચો ઉલાળ્યો કે જોવાવાળા ના તો રૂવાંટા બેઠા થઇ ગયા જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો મનોરંજનથી ભરપૂર જોવા મળે છે. ક્યારેક એવા એવા સ્ટંટના વિડીયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકોના શ્વાસ અધ્ધર ચડી જતા હોય છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પોતાના બાળકોને સૌથી વધુ જો કોઈ પ્રેમ કરતું હોય તો તે તેના માતા પિતા પ્રેમ કરતા હોય છે માતા પિતા તેના બાળકોને નાનપણથી ઉછેરીને જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી તેને દેખરેખ રાખતા હોય છે.
અને પોતાનો બાળક આગળ વધે તેમ જ તેને ઈચ્છા હોય છે. હાલ એવા જ એક પિતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક પિતા તેના બાળક પ્રત્યે નો અનોખો પ્રેમ કેવી રીતે પ્રદર્શિત કરે છે વીડિયોમાં જોવા મળે છે તેમ એક પિતા તેના બાળકને તેડીને હવામાં કેટલાય ફૂટ સુધી ઊંચો ઉલાડે છે. બાળક એટલો બધો ઊંચો જાય છે કે જોવા વાળા ન તો રૂવાટા બેઠા થઈ જાય.
તો બીજી વખત તેના પિતા પોતાના હાથ વડે બાળકના પગની હથેળીઓ થોભી રાખે છે અને ઊંધા માથે બાળકને કરે છે. આ વિડીયો જોતા ભલભલા ના રૂવાટા બેઠા થઈ જાય છે. તો પિતા તેના બાળકને ત્રણ ચાર વાર હવામાં ઉલાળે આવે છે અને બાળક પણ મોજે મોજે આનો આનંદ લઈ રહ્યો હોય તેમ જોવા મળે છે બાળક સહેજ પણ રડતો દેખાતો હોતો નથી આમ પિતા નો બાળક પ્રત્યેનો આવો પ્રેમ જોઈને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
તો કેટલાક લોકો કહે છે કે આમાં જો સહેજ પણ પિતાની ભૂલ થઈ જાય તો બાળક માટે ભારે થઈ પડે તેમ છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ જિંદગી ગુલઝાર હે પર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં 50,000 થી પણ વધારે લોકો એ આ વીડિયોને જોઈને લાઈક કરી લીધો છે અને વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે. માત્ર 32 સેકન્ડનો આ વિડીયો લોકો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
Papa ❤️👩❤️💋👨😘 pic.twitter.com/ATT5APN7iy
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 23, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!