India

‘લાલસિંહ ચઢ્ઢા’ એ આમીરખાન ની ઊંઘ ઉડાડી દીધી. મુવી ને લાગ્યો મોટો ઝટકો, આંકડા જાણી હેરાન થઇ જશે. આમિરે કહ્યું કે..

Spread the love

11 મી ઓગસ્ટ ના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધન ગયો. રક્ષાબંધનના દિવસે આખા ભારતમાં બે મુવી રિલીઝ થયા તે છે. એક અક્ષય કુમારનું મુવી રક્ષાબંધન અને બીજું છે આમિર ખાનનું મુવી લાલસિંહ ચઢ્ઢા. આ મુવી ની વાત કરીએ તો બંનેને કોઈ ખાસ એવો પ્રતિસાદ મળી રહ્યો નથી. એમાં ખાસ કરીને આમિર ખાન અને કરીના કપૂરની મુવી લાલસિંહ ચઢ્ઢા મુવી જ્યારે રિલીઝ નહોતું થયું. ત્યારે પણ સૌ લોકો તેને બોય કોર્ કરી રહ્યા હતા.

અને થયું પણ એવું જ લાલસિંહ ચઢ્ઢા ને કઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહીં. લાલસિંહ ચઢ્ઢા ની મુવીની વાત કરીએ તો તે મુવીનું ઓપનિંગ સાવ કંગાળ રહ્યો હતો. 180 કરોડના બજેટમાં બનીલ આ ફિલ્મ પહેલા દિવસે માત્ર 11 કરોડની જ કમાણી કરી શકી હતી. ફિલ્મ સાથે સંકળાયેલા લોકો એ કહ્યું હતું કે 11મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધન હોય માટે કોઈ ફિલ્મ જોવા આવ્યું નહીં. પરંતુ બીજા દિવસની કમાણી ની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણીમાં જ પ્રથમ દિવસ કરતાં બીજા દિવસે 40% નો ઘટાડો નોંધાયો હતો.

એટલે કે બીજા દિવસે માત્ર સાતથી આઠ કરોડની જ કમાણી કરી શકી હતી. આમ મૂવી સાથે સંકળાયેલા લોકોમાં આ ફિલ્મ બાબતે ભારે ચિંતાનો માહોલ છવાઈ ચૂક્યો છે. આ મુવીને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે કે ગુજરાત સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં આ મુવી ને ખરાબ પ્રતિસાદ મળ્યો હતો. દિલ્હી એનસીઆર, પૂર્વ પંજાબ અને મુંબઈ જેવા શહેરોમાં આ મુવીને પ્રેમ મળી રહ્યો છે. આ મુવીના લગભગ અત્યાર સુધીમાં 2300 થી પણ વધુ શો કેન્સલ કરવામાં આવ્યા હતા.

જો વિક એન્ડ સુધી આમને આમ ચાલી રહ્યું તો આ મુવી ફ્લોપ સાબિત થઈ શકે છે. આ બાબતે અભિનેત્રી કરીના કપૂરે કહ્યું હતું કે માત્ર એક ટકા લોકો એવા છે કે જે મુવીને નકારી રહ્યા છે. આ નકારાત્મક સ્વભાવ વાળા લોકોને લીધે અમુક વર્ગ એવા છે કે જે આ મુવી ને પણ નેગેટિવ લઈ રહ્યા છે. અને મુવીને જોવા જતા નથી. એટલે કે લોકો આ મુવી જોવાથી વંચિત થઈ રહ્યા છે.

કરીના કપૂર એ વધુમાં કહ્યું કે, આ મુવી માં તેણે અને અમીરખાન સાથે અઢીસો લોકોએ આ મુવી બનાવવામાં ઘણી બધી મહેનત કરેલી છે. કરીના કપૂર કહે છે કે આ મુવી નો બહિષ્કાર સિનેમા જગતનો બહિષ્કાર સમાન ગણી શકાય. આ સાથે જ અભિનેતા આમિર ખાનની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ મુવી ને કેવા પ્રતિસાદ મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *