Gujarat

કરુણ બનાવ ! પતિ એ પત્ની નું કુહાડી ના ઘા મારી ઢીમ ઢાળી દીધું. સમાધાન માટે ફેમિલી કોર્ટ માં આવેલ ત્યાં જ..

Spread the love

આપણા ભારતમાં રોજબરોજ હત્યા થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો કા તો પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. અથવા તો પૈસાની લેતીદેતી બાબતે એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. આ એક ઘટના ભારતના રાજ્ય કર્ણાટકથી સામે આવે છે. જેમાં એક પતિએ તેની પત્નીની જ હત્યા કરી નાખી. આ હત્યા કોર્ટ પરિસર બહાર કરવામાં આવી હતી.

વધુ વિગતે જાણીએ તો કર્ણાટક રાજ્ય માં વસવાટ કરતા શિવકુમાર અને તેની પત્ની ચૈત્રા કે જે બંને વચ્ચે લગ્ન સમયગાળા દરમિયાન ઝઘડાઓ ચાલતા હોવાથી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. આથી હસન જિલ્લાની નસીપુરા ફેમિલી કોર્ટમાં બંનેનો કેસ ચાલતો હતો. આ દરમિયાન રવિવારે બંનેને ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલિંગ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, બંને ને થોડા દિવસ માટે એકબીજા સાથે રહેવા કહેવામાં આવ્યું હતું.

અને ત્યારબાદ કાઉન્સેલિંગ પૂર્ણ થયા બાદ બંને કોર્ટ પરિસર માંથી બહાર નીકળતા હતા. તે અગાઉ પત્ની ચૈત્રા વોશરૂમ જવા માટે ગઈ. ત્યારે તેનો પતિ શિવકુમાર તેની પાછળ પાછળ ગયો હતો. ત્યારે અચાનક શિવકુમારે તેની પત્ની ચૈત્રા ઉપર કુહાડીના અનેક ઘા મારી દીધા હતા. આ બનાવની જાણ આજુબાજુના લોકો ને થતા આજુબાજુના લોકો મદદ દોડી આવ્યા હતા. પત્ની ચૈત્રાને કુહાડીના ઘા વાગતા તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું.

ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા પહેલા જ ચૈત્રાનું મૃત્યુ નીપજી ગયું હતું. હુમલા બાદ શિવકુમાર ત્યાંથી નાસી જતો હતો. પરંતુ આજુબાજુના લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. ચૈત્રની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને શિવકુમારને પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવ્યો હતો. આમ કોર્ટ પરિસરમાં જ આ ઘટના બનતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવારના લોકોએ પણ પોલીસને આ બાબતે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *