India

નરેન્દ્ર મોદી એ કહ્યું એક વાત તેને કાંટા ની જેમ ખૂંચે છે. ભીની આંખે પોતાની પીડા દેશવાસીઓ ને જણાવી..જુઓ વિડીયો.

Spread the love

આજે વર્ષ 2022 માં ભારત દેશ આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું છે. આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઠેર ઠેર હર ઘર તિરંગા લગાવવાની જાહેરાત કરી હતી. લોકોમાં દેશભક્તિના જુવાળ ખૂબ જ મોટા પાયે જોવા મળ્યો હતો. 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી. એક તરફ આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ડૂબેલો છે તો બીજી તરફ નરેન્દ્ર ભાઈ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની જનતા માટે એક સંદેશ આપ્યો હતો.

આ સંદેશ સાંભળીને લોકો પણ હચમચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ભાવુક થઈને આ સંદેશ આપ્યો હતો. તેના સંદેશ નું મુખ્ય પાસો મહિલાઓ હતું. એટલે કે આજકાલ દેશમાં થતા મહિલાઓ પર અત્યાચાર ના વિરુદ્ધમાં નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે શું આપણે રોજબરોજના જીવનમાં મહિલાઓને અપમાનિત કરતી દરેક વસ્તુથી છુટકારો મેળવવાનો સંકલ્પ લઈ શકિએ ?

રાષ્ટ્રના સપનાને સાકાર કરવામાં મહિલાઓનું ગૌરવ એક મોટી સંપત્તિ બની રહેશે. નારી શક્તિ તેની આસપાસની સમસ્યાઓને સમર્પિત ભાવના સાથે ઉકેલવામાં વ્યસ્ત છે. તે મૂળ જુઓ જ્ઞાનનું ક્ષેત્ર જુઓ કે વિજ્ઞાનની સ્ત્રી શક્તિ આગળ છે. જીવનના દરેક ક્ષેત્રમાં પછી રમત હોય કે યુદ્ધનું મેદાન દરેક ક્ષેત્રમાં નારી શક્તિ પોતાનું યોગદાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુકૃદયે કહ્યું કે હું લાલ કિલ્લા પરથી એક વધુ વાત કહેવા માંગુ છું. હું જાણું છું કે તે લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે પણ મારી અંદરની પીડાવું ક્યાં કહું? દેશવાસીઓની સામે હું નહીં કહું તો ક્યાં કહું ?..જુઓ વિડીયો.

આ પીડા છે કે કોઈને કોઈ કારણસર આપણી વાણી વર્તન અને શબ્દોમાં એવી વિકૃતિ આવી ગઈ છે કે, આપણે સ્ત્રીઓનું અપમાન કરીએ છીએ. શું આપણે રોજબરોજના જીવનમાં પ્રકૃતિ દ્વારા, સંસ્કૃતિ દ્વારા, સ્ત્રીઓને અપમાનિત કરતી દરેક વસ્તુમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ કરી શકીએ? આમ આવો આઝાદીકા અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજા જોગ સંદેશો આપ્યો હતો.

અને નારી શક્તિનું અવારનવાર જે અપમાન કરવામાં આવી રહ્યું છે. તે બાબતે નરેન્દ્ર મોદીએ લોકોનું ધ્યાન દોર્યું હતું. અને નારી શક્તિને ખૂબ જ સન્માનની ભાવના સાથે જોવામાં આવે તે વાત નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને કહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *