Gujarat

ગાંધીનગર માં ખેલાયો ખૂની ખેલ ! જૂની અદાવત ની દાઝ રાખી જુગાર રમવાના બહાને 49 વર્ષીય આધેડ પર..

Spread the love

ગુજરાતમાંથી રોજબરોજ અનેક ખૂન ખરાબા ના કેસો સામે આવતા હોય છે. કેટલાક ખૂન ખરાબા એવા હોય છે કે, લોકો જૂની અદાવતમાં અન્ય લોકો ઉપર દાજ ઉતારતા સમયે હત્યા કરી નાખતા હોય છે. એવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામેથી સામે આવ્યો છે. વધુ વિગતે જાણીએ તો મૃતક દિલીપસિંહ વાઘેલા કે જે ઘોડા અને ભેંસોનો તબેલો સંભાળવાનું કામ કરે છે.

તે તેના કેટલાક મિત્રો સાથે કોલવડા ગામ થી સોનીપુર જવાના રસ્તે હનુમાનજી મંદિર પાસેના એક ખેતરમાં જુગાર રમી રહ્યા હતા. આ સમયે મૃતક દિલીપસિંહ વાઘેલા અને તેના કેટલાક મિત્રો અંદરો અંદર કોઈ બાબતે ઝઘડી પડ્યા હતા. અને ત્યારબાદ દિલીપસિંહ વાઘેલા ઉપર ટુ પોઈન્ટ ટુ રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ તેને તીક્ષણ હથિયાર ના આઠથી દસ ઘા ઝીકી દેવામાં આવ્યા હતા. ગોળી થી મૃત્યુ પામ્યા હોવા છતાં તેની ઉપર 8 થી 10 થા તીક્ષણ હથિયારના જીકવામાં આવ્યા હતા.

આમ દિલીપ સિંહ વાઘેલા ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. આ બાબતની જાણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને થતા દિલીપસિંહ વાઘેલાના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે દિલીપસિંહ વાઘેલા નું કોઈ સાથે કોઈ બાબતે જૂની અદાવત નો ઝઘડો ચાલી રહ્યો હતો. તેમાં બહાર આવ્યો કે ચાર મહિના અગાઉ એક જમાદાર, દસાડાના રાજકીય અગ્રણી તેમજ અન્ય વ્યક્તિઓ કે જેમાં યુવતી બાબતે માથાકૂટ થવા પામી હતી.

ત્યારે દિલીપસિંહ વાઘેલાનું નામ પણ તેમાં સામેલ હતું. આમ આ બાબતે અન્ય લોકોએ દાજ રાખીને દિલીપસિંહ નું ઢીમ ઢાળી દીધું હતું. દિલીપસિંહ ના પત્નીનું અવસાન 20 વર્ષ પહેલા થઈ ચૂકેલું છે. ત્યારબાદ તેને અન્ય લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીથી દિલીપસિંહને ત્રણ સંતાનો છે. અને બીજી પત્નીથી દિલીપસિંહને એક દીકરો પણ છે. આમ જૂની અદાવત બાબતે આ મૃત્યુ કરવામાં આવેલું હોય તે પ્રાથમિક તપાસમાં જાણ થઈ હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *