GujaratIndia

કિર્તીદાન ગઢવી એ ઓસ્ટ્રેલિયા માં દેશભક્તિ ના ગીતો લલકાર્યા. લોકો ના રોમ-રોમ માં દેશભક્તિ છવાય ગઈ..જુઓ વિડીયો.

Spread the love

વર્ષ 2022 માં ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા. આ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા ભારતમાં આઝાદીકા અમૃત મહોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા લગાવવાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આખા ભારતના લોકો પોતાના દેશ માટે ગૌરવ અનુભવીને પોતાના ઘરમાં ભારતના તિરંગો લગાવી રહ્યા છે. અને દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે.

એવામાં વિદેશમાં વસતા ગુજરાતી અને ભારતવાસીઓ પણ આમાંથી બાકાત રહે તેમ નથી. હાલમાં ગુજરાતના લોકગાયક એવા કિર્તીદાનભાઇ ગઢવી કે જે ઓસ્ટ્રેલિયાના પર્થ માં પ્રિ નવરાત્રી નો પ્રારંભ કરવા ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એવામાં ઓસ્ટ્રેલિયામાં પર્થમાં રહેતા ગુજરાતવાસીઓ ત્યાં એકઠા થયા હતા. અને આ કાર્યક્રમમાં મન મૂકીને ઝૂમિ ઉઠયા હતા. આ કાર્યક્રમમાં કિર્તીદાનભાઈ ગઢવીએ અનેક દેશભક્તિના ગીતો ગયા હતા..જુઓ વિડીયો.

જેમાં એ દેશ હૈ વીર જવાનો કા, દિલ દિયા હે જાન ભી દેગે, એ મેરે વતન કે લોગો વગેરે ગીતો ગાતા જ ગુજરાતવાસીઓમાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો. અને રોમ રોમમાં દેશભક્તિ ફાટી નીકળી હતી. સાથોસાથ કિર્તીદાનભાઈ ગઢવી એ ભારતનો રાષ્ટ્રીય ત્રિરંગો કાર્યક્રમમાં ફરકાવીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયામાં વસતા હર એક ભારતીય લોકો અને ખાસ તો ગુજરાતી લોકો આ કાર્યક્રમ હાજરી આપવા આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને જાણે કે તે ભારતમાં હોય તેઓ અનુભવ કિર્તીદાનભાઈ ગઢવી કરાવ્યો હતો. અને લોકોમાં ખાસ દેશભક્તિની ભાવના જગાડી હતી. આમ ભારત અંગ્રેજોના કબજા માંથી મુક્ત થઈને હાલ 2022માં 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યું છે. લોકોમાં દેશભક્તની ભાવના ખૂબ જ જોવા મળે છે. લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળો એ તિરંગો લગાવીને આમ સહભાગી થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *