India

લાલસિંહ ચઢ્ઢા નું ઓપનિંગ થયું કંગાળ ! કરીના કપૂર ની આંખ માંથી આવી ગયા આંસુ દર્શકો ને કહ્યું પ્લીઝ તમે લોકો..

Spread the love

આપણા ભારતમાં વર્ષ દરમિયાન ઘણી બધી મુવી રિલીઝ થતી હોય છે. એવામાં હાલ 11 તારીખ ના રોજ બે મુવી રિલીઝ થઈ હતી. જેમાં એક છે લાલસિંહ ચઢા અને બીજી મુવી હતી રક્ષાબંધન. રક્ષાબંધન મુવીમાં અભિનેતા તરીકે અક્ષય કુમાર હતા. અને લાલ સિંહ ચઢ્ઢામાં અભિનેતા તરીકે આમિર ખાન જોવા મળ્યા હતા. પરંતુ બંને મુવી હાલતો બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ સાબિત થઈ રહી છે. બંને મુવીને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

પરંતુ ઓવર ઓલ ની વાત કરીએ તો લાલ સિંહ ચઢ્ઢા મુવી નો આખા ભારતમાં અમુક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. લોકો લાલ સિંહ ચઢ્ઢા મુવીને બોયકોટ કરી રહ્યા છે. અને સિનેમા માં ન જઈને ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે. એવામાં લાલસિંહ ચઢ્ઢામાં અભિનય કરનાર અભિનેત્રી કરીના કપૂરે આ ફિલ્મ બાબતે વધુ જણાવ્યું હતું. અને કહ્યું હતું કે દરેક વ્યક્તિ દરેક બાબતમાં પોતાનો અભિપ્રાય રાખી શકે છે. પરંતુ મને લાગે છે કે અમુક વ્યક્તિ એક સારી ફિલ્મના અવગણી રહ્યા છે.

લાલસિંહ ચઢા નો વિરોધ દેશના માત્ર એક ટકા લોકો જ કરી રહ્યા છે. પરંતુ તેના લીધે અન્ય લોકો એક સારી ફિલ્મ જોવાનો મોકો ગુમાવી રહ્યા છે. જ્યારે કરીના કપૂરને આરજે સિદ્ધાર્થ દ્વારા પૂછવામાં આવ્યું કે, જો તેના આ વિચારોને એવી રીતે લેવામાં આવે કે પબ્લિક કો લાઈટલી લે રહી હે તો ? ત્યારે તેના જવાબમાં કરીના કપૂર એ કહ્યું કે, તેને લાગી રહ્યું છે કે, આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, છતાં તેને ખૂબ પ્રેમ અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. તે કહે છે કે આ ફિલ્મને બોયકોટ ન કરવી જોઈએ. કારણ કે અઢી વર્ષથી આ ફિલ્મ પર અઢીસો લોકોએ સખત મહેનત કરીને ફિલ્મને બનાવ્યું છે. લોકો તેને બોય કોટ ન કરે તેમ અપીલ કરી હતી.

તેને વધુમાં કહ્યું કે આ ફિલ્મને બોયકોટ ખરેખર સિનેમા જગતનો બહિષ્કાર ગણાય. લાલસિંહ ચઢ્ઢા મુવીના પ્રથમ દિવસની વાત કરીએ તો તે કંગાળ સાબિત થયું છે. પ્રથમ દિવસે માત્ર ને માત્ર ૧૦ થી ૧૧ કરોડ જેટલી જ કમાણી કરી શક્યું છે. ઘણા બધા રાજ્યોમાં શો કેન્સલ કરવા પડ્યા હતા. શુક્રવારના રોજ લગભગ 1300 શો કેન્સલ થયા હતા. આ મુવીના બજેટની વાત કરવામાં આવે તો આ મુવી બનાવવા માટેનું બજેટ 180 કરોડ જેટલું હતું. પરંતુ પ્રથમ દિવસે જ માત્ર ૧૦ થી ૧૧ કરોડની કમાણી કરી છે.

ભારતના ઘણા બધા રાજ્યોમાં આ ફિલ્મ લોકો બોયકોટ કરી રહ્યા છે. અને સિનેમા હાઉસ સાવ ખાલી જોવા મળી રહ્યું છે. આમ આ ફિલ્મનો જબરદસ્ત રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેમાં સફળતા પણ મળી રહે છે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ આગામી દિવસોમાં કેટલી કમાણી કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *