કાયદા મંત્રી કિરણ રીજ્જુ એ કર્યા ગુજરાત ના રસ્તા ના વખાણ તો ભાવનગર ના યુવરાજે ટ્વીટ કરી આપ્યો જોરદાર જવાબ કહ્યું કે,
હાલમાં થોડાક જ મહિનાઓમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા ગુજરાતની સીટો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તમામ પક્ષો ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને ઠેર ઠેર સ્થળોએ સભાઓ યોજી રહ્યા છે. એવામાં ભાજપ સરકાર સાથે હવે દિલ્હીમાં શાસન ચલાવી રહેલી આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.
ગુજરાતના ભાવનગર જિલ્લામાં બે દિવસ અગાઉ ભાવનગરના નવા કોર્ટ બિલ્ડીંગ નું ખાત મુહૂર્ત દેશના કાયદા મંત્રી કિરણ રીજ્જુ દ્વારા કરવામાં આવ્યું હતું. કિરણ રીજ્જુ દ્વારા જ્યારે ભાવનગરમાં કોર્ટનું ખાત મુહૂર્ત કરવા પહોંચ્યા હતા ત્યારે અમદાવાદથી ભાવનગર બાય રોડ આવ્યા હતા. જ્યારે તેઓ બાય રોડ આવતા હતા ત્યારે એક વિડીયો ઉતાર્યો હતો અને આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરીને ગુજરાતના સારા રસ્તાઓ બાબતે જાણકારી આપી હતી.
આ વિડીયો શેર થતાની સાથે જ ભાવનગરના યુવરાજ એવા જયવિરરાજસિંહ ગોહિલે તેમની સામે એક ટ્વિટ કર્યું હતું અને તેમને કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જોકે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે. મોટાભાગના ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ રસ્તાઓ નું સમારકામ કરવામાં આવે છે અમે આશા રાખીએ છીએ કે તમે બધા અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે.
ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે આ ટ્વીટ કરતા ની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જ્યારે પણ ભાવનગરની પ્રજાને હાલાકીઓનો સામનો કરવો પડે ત્યારે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ અવાજ ઉઠાવતા જ રહે છે. કોરોના કાળ વખતે પણ તેને કહ્યું હતું કે રાજકીય પક્ષો ધારાસભ્યોને ખરીદવા પાછળ જે ફંડ વાપરે છે તેના કરતા દર્દીઓ પાછળ ખર્ચ કરે તો વધુ સારું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!