15-વર્ષ ની વયે ઘર છોડ્યું. મજૂરી માટે ચાલીને જતા જેથી 10-રૂપિયા નું બિસ્કિટ ખરીદી શકે..આ ક્રિકેટર ની કહાની વાંચી રડી પડશે.
ભારતમાં લોકોને સૌથી પ્રિય કોઈ રમત હોય તો તે રમત છે ક્રિકેટ. ભારતના દરેક લોકોને સૌથી વધુ ક્રિકેટ જોવી ગમે છે. અને રમવી પણ ગમે છે. ipl શરૂ થાય એટલે લોકો ગમે તે કામ છોડીને ipl જોવામાં મુશગુલ થઈ જતા હોય છે. iplમાં આવ્યા બાદ ઘણા ખેલાડીઓની જિંદગી બદલાઈ ગઈ છે. એવા જ એક ખેલાડીની કહાની આપણી સમક્ષ આવી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમી રહેલા કુમાર કાર્તિકેય ની કહાની જાણીને તમે ખરેખર રડી પડશો.
કુમાર કાર્તિકેય 15 વર્ષની ઉંમરમાં જ પોતાનું ઘર છોડ્યો અને નવ વર્ષ બાદ પોતાના પરિવારને મળ્યો હતો. વધુ વિગતે જાણીએ તો મુંબઈ ઇન્ડિયન્સમાં મોહમ્મદ અશરદ ખાનની ઈજા બાદ કાર્તિકેય ને 20 લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. તેને ipl ની પહેલી જ ઓવરમાં સંજુ સેમસનને આઉટ કરી પોતાનું નસીબ ખોલી નાખ્યું હતું. કુમાર કાર્તિકેય કહે છે કે નવ વર્ષ અને ત્રણ મહિના પછી હું મારા પરિવાર અને માતાને મળ્યો છું હું મારી લાગણીઓ વ્યક્ત કરવામાં ખરેખર અસમર્થ છું.
કાર્તિકેય તેના જીવનની સફર રજુ કરતા કહે છે કે તે 15 વર્ષનો હતો ત્યારે જ તેણે કાનપુર છોડી દિલ્હી જવાનું નક્કી કર્યું હતું. તેને પરિવારને વચન આપ્યું હતું કે ક્રિકેટના કારણે તે તેના પરિવાર પર ક્યારેય બોજો પડવા નહીં દે. તે જ્યારે દિલ્હીમાં આવ્યો ત્યારે તેના મિત્ર રાધેશ્યામ સિવાય કોઈ તેને ઓળખતું ન હતું. કાર્તિકેય ક્રિકેટ એકેડમીમાં એડમિશન લેવા ગયા. પરંતુ દરેક એકેડમીમાં તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી તે ત્યારે પૈસા ભરી શકે તેમ ન હતા.
ત્યારબાદ તે ક્રિકેટર ક્રિકેટના કોચ સંજય ભારદ્વાજ પાસે ગયા હતા. પોતાના મિત્ર રાધેશ્યામે કાર્તિક ની બધી વાત કરી અને કહ્યું તેની પાસે પૈસા નથી. ત્યારે ક્રિકેટના કોચ ભારદ્વાજ છે બંનેને ઘણી મદદ કરી હતી. ત્યારબાદ કાર્તિકેય ને કોચિંગ પણ મળી ગયું હતું. પરંતુ તેની પાસે રહેવા કે ખાવાના પૈસા પણ ન હતા. રહેવા અને જમવાના પૈસા મેળવવા માટે કાર્તિકેય એક ફેક્ટરીમાં મજૂરી કામે લાગ્યો. તે દિવસે એકેડમી માં કોચિંગ માટે જતો અને રાત્રે ફેક્ટરીમાં કામ કરતો હતો.
કાર્તિકય એ પાસે જમવાના પૈસાના પણ ફાફા હતા હાથી. તે ઘણા કિલોમીટર ચાલીને જતો અને પૈસા બચાવતો હતો. અને જે પૈસા બચે તેનાથી પોતાની માટે ખાવા માટે બિસ્કીટ ખરીદતો હતો. ધીમે ધીમે કાર્તિકેય ક્રિકેટના ક્ષેત્રમાં ઘણો આગળ આવી ચૂક્યો હતો. ક્રિકેટના કોચ ભારદ્વાજે કાર્તિકી ને મધ્યપ્રદેશ મોકલ્યો. જ્યાંથી કાર્તિકેએ રણજીત ટોફી રમવાનું શરૂ કર્યું. જેમાં કાર્તિકેયે વર્ષ 2018માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. અને ત્યાંથી તે ધીમે ધીમે હવે ipl માં પોતાનું નામ ઘણું કમાઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!