આ રાજકુમાર શેરવાની પહેરીને તેની રાજકુમારી ને નાળું પસાર કરીને પરણવા જાય છે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ લગ્નના વિડીયો વાયરલ થતા હોય છે. ભારતમાં વરસાદનો માહોલ ખૂબ જ જામી ચૂક્યો છે. એવામાં લગ્નનો વિડીયો અને વરસાદનો વિડીયો બંને એકસાથે સામે આવ્યા છે. એટલે કે એક વરરાજા લગ્ન કરવા માટે પૂર ની વચ્ચેથી પોતાની કન્યાના મંડપ પહોંચે છે. લગ્નનું મુહૂર્ત પહેલેથી જ નક્કી થઈ ગયું હોવાથી તેને કેન્સલ પણ કરી શકાતું હોતું નથી. આથી જાનૈયાઓ દિલ પર પથ્થર મૂકીને પાણી ના પ્રવાહ માંથી પણ કન્યા ને લેવા જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા પોતાના ઘરની બહાર નીકળે છે. એટલે ખૂબ જ વધુ માત્રામાં ત્યાં પાણીનો ભરાવ થઈ ગયેલો છે. આજુબાજુમાં ધોધમાર વરસાદને કારણે ગામમાં નદી-નાળા બધું જ ઓવરફલો થઈ ગયા હશે. પરંતુ વરરાજા અને તેનો પરિવાર હિંમત હારતા નથી. કમર સુધીના પાણીમાં પણ આખો પરિવાર ઉતરે છે. અને વરરાજા નો વરઘોડો કાઢે છે. વરરાજા શેરવાની સાથે સજધજ થઈને ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચેથી પસાર થાય છે…જુઓ વિડીયો.
View this post on Instagram
વરરાજા ની પાછળ તેના પરિવારના ઘણા સભ્યો સજીધજી ને જોવા મળે છે. બધા જ પહેલા તો વિચાર માં પડી જાય છે. પરંતુ પરિવારના લોકો વરરાજાને હિંમત આપીને વરરાજા ને પાણીમાં ઉતારે છે. અને કન્યાને પરણવા માટે મંડપ સુધી જાય છે. આ વિડીયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાનો હાસ્ય રોકી શકતા નથી. કારણ કે આવા વિડિયો તો ભાગ્યે જ જોવા મળે.
આ વિડીયો instagram પર નરેશ શર્મા 5571 નામના વ્યક્તિએ શેર કરેલો છે. અત્યાર સુધીમાં લાખ થી પણ વધુ લાયક મળી ચૂકી છે. લગ્ન કરવા રાજકુમાર તેની રાજકુમારીને જાણે કે સાત સમુંદર પાર કરીને લેવા જતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. વિડીયો મા જોઈ શકાય છે કે, વરરાજા નો અણવર પણ વરરાજા નો હાથ પકડીને તેને પાણી માંથી બહાર કાઢે છે. આમ આ વીડિયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.