India

આ નાનકડા ઉપાયો ગરોળીને ઘરમાંથી ભગાડી દેશે,જાણો કેવી રીતે…

Spread the love

“ગરોળી” આ શબ્દ સાંભળીને જ અમુક લોકો એ ડરી જાય છે અને અમુક લોકે ને ગુસ્સો આવે છે.ગરોળી એ લગભગ બધાના ઘરમાં હોય જ છે.આપણે તેનાથી કેટલું પણ બચવાની કોશિશ કરીએ તો પણ તે અસફળ થાય છે, તે ક્યાંક ને ક્યાંક થી તો ઘરમાં આવાનો રસ્તો શોધી જ કાઢે છે. જયારે ગરોળી એ ઘરમાં રહે ત્યારે તે જમવામાં અને શરીર પર પડવાના ચાન્સ વધી જાય છે.આવામાં બધા લોકો એ ગરોળીથી છુટકારો મેળવા માંગે છે.પરંતુ તેને ભગાડવી એટલું સરળ હોતું નથી. તેને કેટલી પણ ભગાડો તે ગમે ત્યાથી પોતાનો માર્ગ ગોતીને ઘરમાં આવી જ જાય છે.

ગરોળી ભગાડવા માટે બજારમાં ઘણા બધ વિશેષ પ્રોડક્ટ મળી રહે છે. તે ગરોળીને મારી કાઢે છે.પરંતુ આ વિશેષ પ્રોડક્ટના ઉપયોગથી ઘણી બધી દિક્કત પણ થય શકે છે એટલે થોડો તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પેહલી વાતતો એ છે કે જયારે ગરોળી મરે છે ત્યારે તેને ફેકવા જવું બોવ જ બેકાર કાર્ય લાગે છે.બીજી વાતતો એ કે તે ઘરના કોઈક ખૂણામાં મરી જાય તો તમને ઘણા દિવસો સુધી ખબર પડતી નથી. અને ત્રીજી વાત એ કે આ પ્રોડક્ટ એટલી ઝેરી હોય છે કે નાના બાળકોના હાથ માં આવે તો તેણે નુકશાન પોહચાડી શકે છે.એવામાં અમે ગરોળીને ભગાડવાના અમુક સહેલા અને ઘરેલું ઉપાય વિશે જણાવવા જય રહ્યા છીએ.

૧.કોફી પાઉડરમમાં તંબાકુ ને મેળવીને નાની નાની ગોળીયો બનાવી લો,પછી તે ગોળીયોને જ્યાં જ્યાં ગરોળી આવતી હોય ત્યાં ત્યાં મૂકી દેવી.એટલે જ્યાં એ ગોળી પડી હશે ત્યાથી ગરોળી ભાગી જશે.

૨.ગરોળીઓ મોરપંખથી બોવ જ ડરે છે.તેણે દીવાલ ક્યાં તો ગુલદસ્તામાં મોરપંખ  લગાવાથી ગરોળી ભાગી જાય છે.

૩.જો તમે ઘરમાંથી ગરોળીને ભગાડવા માગો છો તો પાણી એ ખુબ અસરકારક છે.ગરોળી પર પાણી નાખવાથી તે ભાગવા લાગે છે અને પછી એ જગ્યા એ પણ પાછી આવતી નથી.

૪. ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધુ પ્રમાણ માં હોય છે.ડુંગળીની દુર્ગંધ એ ગરોળી સહન કરી શકતી નથી.એવામાં જો તમે ડુંગળીને કાપીને અને દોરી સાથે બાંધીને લટકાવી દયોતો ગરોળી એ એની આસપાસ પણ નથી જતી.

આશા છે કે તમને ગરોળી ભગાડવાના આ ઉપાયો પસંદ આવ્યા હશે.આ ઉપાય ને આજે જ ટ્રાય કરો અને જોવો કે આ ઉપાય કામ કરે છે કે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *