Gujarat

લીંબડી- ભાઈ બન્યો બહેન નો હત્યારો ! મૃત્યુ બાદ સામે આવ્યું મોટું કારણ. કારણ જાણવા મળ્યું કે…

Spread the love

રોજબરોજ હત્યા થવાના કિસ્સાઓ માં સતત વધારો થાય છે. હત્યા થવાના મુખ્ય કારણ પૈસા હોય અથવા તો પ્રેમ પ્રકરણ જ હોય છે. એવામાં સુરેન્દ્રનગર ના લીંબડી માંથી એક હચમચાવી દેતો કેસ સામે આવ્યો છે. એક ભાઈ એ તેઈ બહેન નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ભાઈ ને ડર હતો કે, તેની બહેન તેના પ્રેમી સાથે ઘરેણાં લઇ ને ભાગી જશે. તો તેના પરિવાર ની બદનામી થશે. એટલે બહેન ની હત્યા કરી નાખી હતી.

વધુ વિગતે જાણવા મળ્યું કે, મૃતક યુવતી નયના ઉર્ફે જાગુ રાઠોડ ની લાશ 1-જુલાઈ ના રોજ ભોગાવો નદી ના કુવા માંથી મળી આવી હતી. જાણવા મળ્યું કે, નયના નો ભાઈ દિનેશે જ આ હત્યા કરી હતી. દિનેશે જણાવ્યું કે, પેલા તે લોકો આણંદ તાલુકા ના સચાણા ગમે રહેતા હતા. ત્યાં ગામ ના ઈશ્વર ઠાકોર સાથે બહેન ને પ્રેમ હતો. એટલે તે લોકો લીંબડી રહેવા આવી ગયા હતા. પરંતુ છતાં બહેન નયના તેના પ્રેમી સાથે ફોન માં વાતો કરતી હતી.

એવામાં નયના 9-જૂને ઘરે થી ચાલી ગઈ હતી. જે અંગે પોલીસ માં ફરિયાદ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ નયના 23-જૂને પાછી આવી ગઈ હતી. 27-જૂને તેમના એક પરિવાર ના સભ્ય શૈલેષ સોલંકી ના ઘરે પ્રસંગ હતો. તેમાં દિનેશ તેની બહેન અને પરિવાર ના સભ્યો ગયા હતા. દિનેશે કહ્યું કે, તેની બહેન ત્યાં પ્રસંગ માંથી છાનીમાની બહાર નીકળી અને ઘરે આવી હતી. તેની બહેન નો પીછો કરતો તે પણ ઘરે આવ્યો.

ઘરે આવ્યો તો તેની બહેન ઘર ના કબાટ ને ખોળી રહી હતી. ભાઈ એ પૂછ્યું શું ગોતે છો? નયના એ જવાબ આપ્યો કે, ડોકિયું શોધી રહી છું. ભાઈ ને શક ગયો કે, બહેન કદાચ બધા ઘરેણાં લઇ ને તેના પ્રેમી સાથે ભાગી જશે તો પરિવાર ની બદનામી થશે. આથી તેણે ઘર નો દરવાજો બંધ કર્યો. અને ટીવી નુ આવાજ ફાસ કરી દીધો. બહેન ને દુપટ્ટા થી ગળું બાંધી અને સેટી માં ઉંધી પાડી ને દુપટ્ટા થી જ્યાં સુધી મૃત્યુ ન પામી ત્યાં સુધી એમનેમ રાખી. અને અંતે તે મૃત્યુ પામી હતી.

ત્યારબાદ તેની લાશ ને પ્લાસ્ટિક ની થેલી માં નાખી કુવા માં ફેંકી દીધી. થેલી માં રેતી પણ નાખી જેથી લાશ ઉપર ના આવે. ઘરવાળા ને નયના ના મળતા દિનેશ પણ બધા ની સાથે નયના ને શોધવામાં લાગી ગયો હતો. એવામાં પોલીસ ને શોધખોળ દરમિયાન કુવા માંથી લાશ મળી આવી હતી. પરંતુ પરિવાર ને ખ્યાલ ના આવ્યો કે, તે નયના ની લાશ છે. માટે પોલીસે તેના પ્રેમી રોહિત ઠાકોર ને બોલાવ્યો તેણે કહ્યું કે, આ નયના ની જ લાશ છે. કારણ કે, નયના ના હાથ માં ત્રણ સ્ટાર વાળા ટેટુ હતા. જે આ લાશ પર પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *