પત્ની એ 10-લાખ ની સોપારી આપી પતિ ને રસ્તા માંથી હટાવી નાખ્યો ! ત્યારબાદ સામે આવ્યું પત્ની નું પ્રેમ-પ્રકરણ.
ગુજરાત માં રોજબરોજ હત્યા થવાના કેસો સામે આવતા જ રહે છે. અમદાવાદ થી એક હચમચાવી દેતો કેસ સામે આવ્યો છે. જેમાં એક પત્ની એ તેના પ્રેમી સાથે મળી ને તેના પતિ ને રસ્તા માંથી હટાવી દીધો હતો. આખી ઘટના ને એક્સીડંટ નું રૂપ આપવામાં આવ્યું હતું. પત્ની એ તેના પતિ ને રસ્તા માંથી હટાવવા 10-લાખ રૂપિયાની સોપારી આપી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, અમદાવાદ ના વસ્ત્રાલ માં રહેતા યુવક શૈલેષ પ્રજાપતિ સવારે મોર્નિંગ વોલ્ક પર નીકળ્યા હતા. આ સમયે એક ટેમ્પો એ તેને ભયાનક ટક્કર મારી ત્યારબાદ શૈલેષ નું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના માં પોલીસે એક્સીડંટ નો ગુનો નોંધ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આખો કેસ ઉકેલી દીધો હતો. જેમાં શૈલેષ પ્રજાપતિ ની પત્ની શારદા અને તેના પ્રેમી નીતિન પ્રજાપતિ ની સંડોવણી સામે આવી હતી.
મરનાર ની પત્ની શારદા અને તેના પ્રેમી નીતિન પ્રજાપતિ એ ગોમતીપુર માં રહેતા યાસીન ને હત્યા કરવા 10-લાખ ની સોપારી આપી હતી. શારદા એ તેના પતિ ના ફોટા અને તેનું ઘર અને તે ક્યારે સવારે નીકળે છે. તે બધું યાસીન ને માહિતી સ્વરૂપે આપ્યું હતું. બાદ માં યાસીને પીક અપ ડાલુ ટેમ્પો ને શૈલેષ પ્રજાપતિ પર ચઢાવી મૃત્યુ નિપજાવ્યું હતું. યાસિન હાલ માં ફરાર થઇ ચુક્યો છે.
શારદા અને નીતિન ના પ્રેમ સંબંધ માં જાણવા મળ્યું કે, પતિ શૈલેષ પ્રજાપતિ અને નીતિન પ્રજાપતિ બને એક જ ગામ ના છે. જેથી નીતિન તેના ઘરે વારેવારે આવતો અને આવતા આવતા માં તેને અને શારદા ને પ્રેમ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ પત્ની ના પ્રેમ પ્રકરણ ની જાણ પતિ ને થઇ ગઈ હતી. આથી ઘર માં ઝગડાઓ થવા લાગ્યા હતા. શારદા અને તેનો પ્રેમી સરખા મળી પણ શકતા ન હતા. આથી 6-મહિના પહેલા શારદા અને નીતિને આ પ્લેન બનાવી નાખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ ને પેહેલી નજરે એક્સીડંટ ન લગતા ઊંડાણ માં તપાસ કરતા બધું બહાર આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!