ગુજરાતમાં આવેલું છે, ” વ્હાઇટ વિલેજ ” સ્માર્ટ સીટીઓ કરતાંય વિશેષ આવી સુવિધાઓને કારણે પ્રવાસીઓ મુલાકાતે આવે છે…
આજે આપણે ગુજરાતનાં એક અનોખા ગામ વિશે જાણીશું જે સંપૂર્ણ ગામ શાંતિનું પ્રતીક છે તેમજ આ ગામની કાયાપલટ પાછળ એક શિક્ષકનો હાથ છે. જેમણે પોતાના જીવનના અમૂલ્ય 16 વર્ષ સરકારી શાળા અને ગામની કાયાપલટ કરવા પાછળ ખર્ચી નાખ્યા અને ટંકારા તાલુકાના વાઘગઢ ગામને બનાવ્યું ગુજરાતનું પ્રથમ વ્હાઇટ વિલેજ બનાવ્યું.મોરબીના રાજવીએ 94 વર્ષ પહેલાં ગામના પાંચ કુટુંબનો વસવાટ કરીને સ્થાપેલા ટંકારા તાલુકાના વાઘગઢ ગામ આર્થિક રીતે સમૃદ્ધ હોવાની સાથે જીવનશૈલીથી સમૃદ્ધ છે .
આ ગામ કોરોના મુક્ત રહેલું છે. જે રીતે રાજસ્થાનના જયપુરને ‘પિંક સિટી’ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે અમારા ટંકારાનું વાઘગઢ ગામ વ્હાઇટ વિલેજ તરીકે ઓળખાય છે, કારણ કે ગામનાં 95% મકાનોને વ્હાઇટ રંગ કરવામાં આવ્યો છે. ગામમાં પણ સમરસતા અને શાંતિનો સમન્વય છે, એટલે અમે વ્હાઇટ વિલેજથી પ્રખ્યાત છીએ.આ ગામના સ્થાપના ઇતિહાસ અંગે જાણવા મળે છે કે, રાજવીએ જમીન વેચાતી લઈને કણબીઓને અહીં વસવા તેડાવ્યા હતા. એ વખતે ખેડૂતો પરિવાર સાથે કાચાં ઝૂંપડાંમાં વસતા. સમયાંતરે પરિવારો વધ્યા અને આજે આ ગામની વસતિ 500 લોકોની છે. ગ્રામજનો દ્વારા રૂપિયા 3 લાખના ખર્ચે આ સમગ્ર માહિતી અંગેનો માઈલ સ્ટોન પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.
ગામને શિક્ષણ અને સાંસ્કૃતિકક્ષેત્રે કઈ રીતે સમૃદ્ધ કરવું એની હેતુલક્ષી ચર્ચા થાય છે. એક સમયે પછાત ગણાતા વાઘગઢ ગામની કાયાપલટ કરવામાં વાઘગઢ પ્રાથમિક શાળાના આચાર્ય રમણિકભાઈ વડાવિયા, દેવેન્દ્રભાઈ અને નવનીતભાઈનો સિંહફાળો છે. ગામની આ સમૃદ્ધિ માટે શિક્ષકોએ સરકાર પાસેથી એકપણ રૂપિયાની સહાય લીધી નથી. ગ્રામજનોએ સ્વખર્ચે ગામને આટલું સુંદર બનાવીને ગુજરાતભરમાં નામના મેળવી છે.માત્ર 130 ખોરડાની વસતિ ધરાવતા આ ગામમાં તમામ ગલીઓમા પાકા રસ્તા બનાવાયા, સુંદર પ્રવેશદ્વાર અને આરસ પથ્થરમાં ગામનો ઇતિહાસ સહિતના રાષ્ટ્ર ભાવના કેળવતાં સ્મારકો બનાવાયાં છે.
આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, સુંદર મંદિરો ,ગામની ફરતે વૃક્ષો જેવી કેટલીય સુવિધાઓ ગ્રામજનોએ આપબળે ઊભી કરી છે. આજે રોજેરોજ આ ગામને નિહાળવા અને અહીંની સુવિધાઓની જાણકારી મેળવવા આસપાસના વિસ્તારમાંથી પ્રવાસીઓ આવે છે. ગામમાં ઔષધાલય ચલાવવામાં આવે છે, જેમાં 10 વર્ષથી ગામડા ફરતે અનેક પ્રકારની ઔષધીય ગુણોવાળી ઉપયોગી વનસ્પતિ સાથે અનેક વૃક્ષોનું શુદ્ધ આબોહવા માટે વાવેતર કરી ગામડામાં વૃક્ષોનું લાલનપાલન કરાઈ રહ્યું છે. ગામમાં 7 વર્ષમાં 4 હજારથી 4500 જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે તેમજ ગામની ગલીઓનાં નામ સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામ પરથી પડ્યાં છે.
લાખો રૂપિયાના ખર્ચે શાળાના પટાંગણમાં ‘ભારત રત્ન પાર્ક’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મહાપુરુષોની ગાથાને વર્ણવતી પ્રતિમા અને તેમના જીવન કવનની માહિતી આપતી તકતી મૂકવામાં આવી છે. જેથી વિધાર્થીઓ દેશના વીર શહીદો અને મહાન ક્રાંતિકારીઓથી માહિતગાર થાય.ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયાએ ટર્મથી સરપંચ તરીકે ચૂંટાતા આવે છે. ગામના આગેવાનોએ સમરસ સરપંચ તરીકે મારી નિયુક્તિ કરી છે. લાઈટ, પાણી અને ભૂગર્ભ ગટર કોઈપણ ગામના વિકાસ માટે આ પરિબળો મહત્ત્વના છે તેમજ ગામજનોના સાથ સહકારથી આજે આ ગામ આટલું જગ વિખ્યાત થયું છે.