India

આ મહિલા નો જુગાડ તો જુઓ ! ટ્રેન ના ડબા માં જગ્યા ન મળી તો ડબ્બા પર ચડી પરંતુ પોલીસે જે કર્યું તે જોઈ હસી પડશે..

Spread the love

આપણ ને સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક એવા ફની વીડિયો જોવા મળતા હોય છે કે લોકો હસીને બેવડા વળી જતા હોય છે. આપણા ભારત દેશમાં લોકો મોટા ભાગે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે ટ્રેનમાં ભાડું મધ્યમ વર્ગને પોસાય તેવું હોય છે. અને ટ્રેનમાં બધી જ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. પરંતુ હાલ એક વિડિયો જે બાંગ્લાદેશથી સામે આવ્યો છે.

જેમાં એક મહિલાને ટ્રેનના ડબ્બામાં બેસવા માટેની જગ્યા ન મળી તો મહિલાએ જે કર્યું તે જાણીને ચોકી જશે. વિડીયો બાંગ્લાદેશથી સામે આવ્યો છે. જેમાં એક ટ્રેન એક સ્ટેશન પર ઉભી રહેલી છે. તેમાં એક મહિલા ટ્રેન ના ડબ્બામાં રહેલી બારી પર થી ઉપર ચડીને ટ્રેનના ડબ્બા ની ઉપર ચડવાની કોશિશ કરતી હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના ડબા ઉપર પણ ઘણા લોકો બેસેલા છે. કારણ કે ટ્રેન કદાચ અંદરથી ફૂલ થઈ ગઈ હશે. લોકોને બેસવાની જગ્યા નહીં મળી હોય.

આ કારણોસર મહિલા પણ ટ્રેનની ઉપર ચડવાની કોશિશ કરતી હોય છે. જેવી મહિલા ટ્રેનની ઉપર ચડવાની કોશિશ કરે છે કે તરત જ એક પોલીસવાળા દંડો લઈને આવે છે. અને મહિલાને ડંડો બતાવીને નીચે ઉતારે છે. શરૂઆતમાં તો મહિલાની નીચે ઉતરતી નથી. પરંતુ ત્યારબાદ પોલીસની બીક થી મહિલા નીચે ઉતરી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ટ્રેનની ઉપર બેસેલા લોકો પણ આ મહિલાને ટ્રેનની ઉપર ચડવામાં મદદ કરી રહ્યા છે..જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

આમ આ બાંગ્લાદેશનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણને આવા ટ્રેનના અનેક વિડીયો જોવા મળતા હોય છે. આપણા ભારતમાં આવેલા મુંબઈમાં પણ લોકલ ટ્રેનમાં આવી રોજબરોજ ઘટના બનતી હોય છે. લોકલ ટ્રેનમાં તો લોકો ટ્રેનના ડબ્બા ઉપર રોજ મુસાફરી કરતા હોય છે. અને ક્યારેક ક્યારેક તો ટ્રેનના એન્જિન ઉપર પણ ચડી જતા હોય છે. અને ક્યારેક લોકો ટ્રેનના ડબ્બા ના દરવાજા પાસે અથવા તો બારી પાસે લટકાઈના મુસાફરી કરતા જોવા મળતા હોય છે. લોકો પોતાની જિંદગીને જોખમમાં મૂકીને મુસાફરી કરતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *