ઝીંદગી હારી ગયો ! પત્ની, બે-બાળકો ને ઝેર આપી પોતે પણ ફાંસો ખાઈ લીધો. સ્યુસાઇડ નોટ વાંચી આંખ માંથી આંસુ સરી પડશે..
આજકાલ ઇન્ટરનેટનો જમાનો હોય લોકો ઇન્ટરનેટ દ્વારા બધું જ કામ કરી લેતા હોય છે. ઇન્ટરનેટ ના જમાનામાં લોકો માત્ર આધારકાર્ડ પાનકાર્ડ દ્વારા તરત જ લોન પણ મેળવી શકતા હોય છે. પરંતુ જે લોકો આવી રીતના લોન લે છે પોતાના કાર્ડ ઉપર તેને ખ્યાલ હોતો નથી કે જે લોકો લોન આપવા બેસેલા છે તે લોકો દ્વારા અંતે કેવું દબાણ કરવામાં આવતું હોય છે. લાલચમાં પહેલા માત્ર કાર્ડ ઉપર લોન લઈ લે છે પરંતુ ત્યારબાદ જ્યારે વ્યાજ ભરવાનું વારો આવે ત્યારે આ ઓનલાઇન એપ મારફતે છે લોન લીધી હોય તે લોકો ખૂબ જ દબાણ કરતા હોય છે.
અને એવી ધમકીવા આપતા હોય છે કે જેના લીધે લોન લેનારે મોટું વ્યાજ ભરવું પડે છે. અને ક્યારેક તો વ્યાજ ના હપ્તા ન કરી શકવાને કારણે કેટલાય લોકો મૃત્યુ પણ પામતા હોય છે. એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઈંદોર થી સામે આવ્યો છે. જેમાં ઓનલાઇન એપ મારફતે અમિત નામના યુવાને લોન લીધી હતી. આશરે ત્રણ લાખની લોન લીધી પરંતુ તે હપ્તા ભરી શકતો ન હતો. અને ઓનલાઇન એક મારફતે જે લોકોએ લોન આપી હતી તે લોકો દ્વારા દબાણ કરવામાં આવતું હોય આખરે અમિતે આપઘાત કરી લીધો હતો.
અમિતના ઘરમાં પત્ની અને બે નાના બાળકો હતા. તેણે પહેલા પત્ની અને તેના બે બાળકોને ઝેરી દવા આપી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. મધ્યપ્રદેશના સાગરથી ઇન્દોર આવીને ટેલિકોમ કંપનીમાં કામ કરી રહેલા અમિત યાદવે પહેલા તેની ત્રણ વર્ષની દીકરી, દોઢ વર્ષનો દીકરો અને તેની પત્નીને ઝેરી દવા આપીને મારી નાખ્યા. ત્યારબાદ તેને ચેક કર્યું કે તે મૃત્યુ પામ્યા છે ને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો, આ બાબતે અમિતે તેની આખરી સુસાઇડ નોટ લખી હતી,
જેમાં તેને બધું જ પોતાના જીવનનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેને સુસાઇડ નોટમાં લખ્યું કે હું અમિત યાદવ એકદમ સભાન અવસ્થામાં આ પત્ર લખી રહ્યો છું. જીવવાની ઈચ્છા મારી પણ છે પરંતુ મારી સ્થિતિ એવી નથી. હું ખરાબ માણસ નથી. આમાં કોઈને ભૂલ નથી ભૂલ મારી છે. મેં ઓનલાઇન એપ માંથી લોન લીધી છે. જેમ કે મોબી પોકેટ, ટ્રુ બેલેન્સ હું લોન ભરી શકતો નથી. આબરૂ જવાને બીકે આ પગલું ભરું છું. તેને કહ્યું કે મેં લોન પાનકાર્ડ ઉપર લીધી હોય હું મૃત્યુ પામું એટલે કોઈને લોન ભરવાની જરૂર રહેતી નથી.
જો લેનાર નું મૃત્યુ થઈ જાય તો કોઈએ લોન ભરવાની હોતી નથી. હું મારા ભાઈ અને માતા-પિતાને ખૂબ પ્રેમ કરું છું. ઘરના લોકો અંદરો અંદર ઝઘડો ન કરે એ જ મારી ઈચ્છા છે. મમ્મી હું જઈ રહ્યો છું. આગળ તેને સુસાઇડ નોટમાં લખ્યું કે મારા બેંક એકાઉન્ટમાં લગભગ 850 રૂપિયા છે. હું મારી ઈચ્છાથી મારા ભાઈ અને મિત્રોને જેને ડગલેને પગલે મને મદદ કરી છે તેને ટ્રાન્સફર કરી રહ્યો છું. તેને કહ્યું કે મને માતા-પિતા ખૂબ સારા મળ્યા સાસુ સસરા ખૂબ સારા મળ્યા પણ હું જ ખરાબ હતો કૃપા કરીને અંદર જગડો ન કરતા નહીં તો મારા આત્માને દુઃખ થશે.
તેને તેના નાના ભાઈ વિશે લખ્યું કે હું પાછો આવીશ ભાઈ. તું ખૂબ મોટો માણસ બને એવી મારી ઈચ્છા. મારા મૃતદેહને એકવાર હસીને જરૂર જોઈ લેજે. જિંદગીની લડાઈ હારી ગયા છીએ. પ્લીઝ આને મારા પરિવારને ખાસ બતાવજો. અંતમાં લખ્યું મૃત્યુ માત્ર શરીરનું થાય છે. આમ આવી સુસાઇડ નોટ લખતા પરિવારના લોકો રડી પડ્યા હતા. આ બાબતે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું. અને ઈન્દોરના પોલીસ કમિશનરને આ આત્મહત્યાના કેસમાં તપાસ કરવાના આદેશ આપ્યા. અને જો કઈ એવું લાગે તો તેમાં કાર્યવાહી કરવાની પણ સલાહ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!