India

મધ્ય પ્રદેશ- 40 યાત્રી થી ભરેલી બસ પુલ પરથી 25-ફૂટ નીચે નર્મદા નદી માં ખાબકી..13-લોકો ના મૃત્યુ…જુઓ વિડીયો.

Spread the love

ભારત માં રોજ બરોજ અકસ્માત થવાના ભયંકર ભયંકર કિસ્સાઓ સામે આવતા હોય છે. રોડ અકસ્માત ના એવા એવા ખતરનાક કિસ્સાઓ સામે આવતા હોય છે કે, આપણે જોઈ ને હચમચી જતા હોઈએ. અત્યારે આખા ભારત માં વરસાદી માહોલ જામી ચુકેલો છે. એવામાં રોડ-રસ્તા ખુબ જ ભીના અને ચીકણા હોય છે. ક્યારે અકસ્માત થઇ જાય ખબર ના પડે. એવો જ એક અકસ્માત નો ભયંકર કિસ્સો મધ્ય પ્રદેશ થી સામે આવ્યો છે. જેમાં એક બસ નર્મદા નદી માં ખાબકી હતી.

વધુ વિગતે જાણવા મળ્યું કે, આ ઘટના મધ્ય પ્રદેશ ના ખરગોન જિલ્લા માં આ ઘટના બની છે. ખરગોન અને ધાર જિલ્લા ની સીમા પર આ ઘટના બની છે. જેમાં એક બસ નર્મદા નદી માં ખાબકી છે. આ ઘટના માં અત્યારસુધી માં 13-લાશો ને બહાર કાઢવામાં આવી છે. જયારે 15-લોકો ને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. સીએમઓ એ જાણકારી આપતા કહ્યું કે, આ બસ ને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી…જુઓ વિડીયો.

આ બસ ઇન્દોર થી મહારાષ્ટ્ર તરફ જય રહી હતી. આ પેસેન્જર બસ ખાલઘાટ સંજય સેતુ પુલ પાસે પહોંચી અને અચાનક બસ નું સંતુલન બગડી ગયું અને બસ 25-ફૂટ નીચે નદી માં ખાબકી હતી. આ ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યુ ટિમ દ્વારા ઝડપથી લોકો ને બચાવવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી. આ બસ માં મહિલા અને બાળકો સહિત 40-યાત્રીઓ સવાર હતા.

પ્રાથમિક માહિતી માં જાણવા મળ્યું કે, ખાલઘાટ પાસે થી પસાર થતા સમયે કોઈ અન્ય વાહન ને ઓવરટેક કરવાના ચક્કર માં બસ નું સંતુલન બગડી ગયું હતું. આ બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની હતી. આ ઘટના બાદ મધ્ય પ્રદેશ ના મુખ્યમંત્રી એ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય ના આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ એન.ડી.આર.એફ ની ટિમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. આ સ્થળ ઇન્દોર થી લગભગ 80-કિલોમીટર દૂર હતું. આ ઘટના બાદ ખરગોન ના કલેક્ટર અને એસ.પી પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *