મહાશિવરાત્રી ખજુરભાઈ અને મીનાક્ષી દવે એ માટી માંથી બનાવી શિવલિંગ અને કરી શંકર ની પૂજા, જુઓ વિડીયો.
ગુજરાતના સોનુ સુદ તરીકે પ્રખ્યાત એવા નીતિનભાઈ જાની કે જેઓને લોકો ખજૂર ભાઈ ના નામથી ઓળખે છે. ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ નામના ધરાવે છે. હાલમાં જ દુબઈ સરકાર દ્વારા અને દુબઈની પોલીસ દ્વારા ખજૂર ભાઈનું અને તેમના ભાઈ તરુણભાઈનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
શનિવારના રોજ ભારતમાં પવિત્ર તહેવાર મહાશિવરાત્રીનો તહેવાર ગયો. મહાશિવરાત્રીના તહેવાર ઉપર લોકો ભગવાન શંકરની ભક્તિમાં લીન થઈ ગયા હતા અને અવનવી રીતે પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરી રહ્યા હતા. મંદિરોમાં પણ ભગવાન શંકરની પૂજા કરવામાં આવી હતી. એવામાં ખજૂર ભાઈ અને તેના થવા વાળા પત્ની મીનાક્ષી દવે એ ભગવાન શંકરની પૂજા કરવા માટે એક ખાસ વિડિયો શેર કર્યો છે.
વીડિયોની વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીના પાવન અવસર ઉપર ખજૂર ભાઈની મંગેતર મીનાક્ષી દવે પોતાની જાતે માટીમાંથી ભગવાન શંકરની શિવલિંગ બનાવી અને ત્યારબાદ ખજૂરભાઈ અને મીનાક્ષી દવે બંને સાથે શિવજીની પૂજા અર્ચના કરી હતી. આ વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. બંને વચ્ચે ખાસ એવું બોન્ડિંગ જોવા મળે છે.
View this post on Instagram
બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે ભગવાન શંકરની ભક્તિમાં લીન થયેલા જોવા મળે છે. આ વિડીયો જોયા બાદ લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ની મીનાક્ષી દવે સાથે સગાઈ થયા બાદ બંનેના અવનવા ફોટાઓ અને વિડિયો વાયરલ થતા હોય છે. લોકો હવે ખજૂર ભાઈના લગ્નની રાહ જોઈને બેસેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!