Gujarat

રાજકોટ- માતા-પિતા વિહોણી 11-દીકરીઓ ને એનજીઓ દ્વારા રાજકુંવરી બનાવી કરાવી આપ્યા લગ્ન, જુઓ ખાસ તસવીરો.

Spread the love

હાલમાં ગુજરાતમાં લગ્નનો સમયગાળો ખૂબ જોર સોર થી ચાલી રહ્યો છે. મોટા મોટા સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય લોકો પણ લગ્નના બંધન બંધાઈ રહ્યા છે. આજના સમયમાં કેટલાક સામાજિક કાર્યકર્તાઓ તો કેટલાક એનજીઓ કે જે આગળ આવીને માતા-પિતા વિહોણી દીકરીઓને લગ્ન કરાવી દેતા હોય છે અને લગ્નમાં મોટા પાયે કરિયાવર પણ આપતા હોય છે.

શનિવારના રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ હતો. મહાશિવરાત્રીના પાવન પર્વના અવસર ઉપર રાજકોટ શહેરની અંદર આવેલા શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા 11 દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા હતા. 11 દીકરીઓ પૈકી આઠ દીકરીઓના માતા-પિતા પૈકી કોઈ એકનું અવસાન થઈ ચૂક્યું હતું તો ત્રણ દીકરીઓ સાવ અનાથ હતી. આ એનજીઓ દ્વારા આ તમામ દીકરીઓના ધૂમધામથી લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા.

આ શુભ પ્રસંગે નીતિનભાઈ જાની પણ ઉપસ્થિત થયા હતા. આ શુભ પ્રસંગે વ્યાજ દહેજ અને કુ રીવાજો થી દૂર રહેવું તે માટે સંકલ્પ તથા રક્તદાન નેત્રદાન જેવા સંકલ્પો તથા સ્ત્રીભૃણ હત્યા નહીં કરવા જેવા વચનો લેવડાવવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા ભાગ્યલક્ષ્મી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું આયોજન કપિલભાઈ પંડ્યા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ટૂંકા સમયગાળામાં ખૂબ જ સુંદર આયોજન થયું હતું. દીકરીઓને ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓથી લઈને સોના ચાંદીના ઘરેણા કપડા વગેરે આપવામાં આવ્યા હતા. તો વરઘોડો પણ બેન્ડબાજા અને ડીજેના તાલ ઉપર લગ્નમંડપ સુધી આવ્યો હતો. આમ આ એનજીઓ દ્વારા એક સરસ કામ કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *