Gujarat

ગુજરાત ના આ ગામ થી છે ગુજરાતી સ્ટાર મલ્હાર ઠક્કર ?? તેમનું નામ એવી રીતે પડયું કે જાણી ને તમે..

Spread the love

ગુજરાતી સિનેમામાં અનેક કલાકારો પોતાની અનોખી નામમાં બનાવી છે, ત્યારે આજે આપણે એક એવા કલાકાર ની વાત કરીશું જેમને અર્બન ફિલ્મના નરેશ કનોડિયા કહેવામાં આવે છે. આ ગુજરાતી કલાકાર એટલે અભિનયનાં ઓજસ પાથરનારા અને પ્રતિભાશાળી અભિનેતા મલહાર ઠાકર. ચાલો તેમના જીવનની જાણી અજાણી વાતો જાણીએ.

ગુજરાતી ફિલ્મોમાં . ‘વિકીડા’થી લઇ ‘સાહેબ’ સુધી દરેક પાત્રોમાં તેણે લોકપ્રિયતા મેળવી છે. તેમજ તેની અદાકારીથી તે છવાઇ જાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો તે શાહરૂખ ખાનની યાદ અપાવે તો કોમેડીમાં તે ગોવિંદા જેવો લાગે. તેનાં કામનાં દિવાના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે.

મલ્હાર થાકરની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 2015માં આવેલી ‘છેલ્લો દિવસ’ હતી અને આ જ ફિલ્મથી તેને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ હોય. તેણે આ પહેલાં નવ વર્ષ સુધી થિએટર કર્યું છે. અને તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં એકાદ બે એપિસોડમાં પણ કામ કર્યું છે.મલહારે તેનું ભણતર અમદાવાદની નવરંગ સ્કૂલ અને શેઠ સીએન વિદ્યાલયથી પૂર્ણ કર્યું છે.

-મલહારે 30 વર્ષની ઉંમરમાં ઘણું બધું હાંસેલ કરી લીધુ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ ‘ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ’ છે. જે તેને એપ્રિલ 2020માં શરૂ કર્યું હતું. મલ્હારનાં ગામ વિશે જાણીએ તો મલહારનો જન્મ ગુજરાતનાં સિદ્ધપૂરમાં 28 જૂન 1990માં તેનો જન્મ થયો છે.તેને જીવનમાં મહેનત કરીને આપમેળે પોતાની ઓળખ મેળવી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં નાના કલાકારો અને વર્કર્સે મુશ્કેલીનો સમય આવ્યો હતો ત્યારે તેમની આર્થિક મદદ પણ મલહારે કરી હતી.પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ કરતાં પહેલાં તેણે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ તેણે કર્યા છે.ફિલ્મ ‘લવની ભવાઇ’ કોમર્શિયલ સફળતા મેળવી હતી તે 100 દિવસથી વધુ સમય સુધી થિએટર્સમાં ચાલી હતી.

તેમજ મલ્હારની અન્ય ફિલ્મો વિશે જણાઈએ તો ફિલ્મ ‘થઇ જશે’, પાસપોર્ટ, દુનીયા દારી, કેશ ઓન ડિલેવરી,મિડનાઇટ વિથ મેનકા, સરતો લાગુ અને સાહેબ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ છે. જ્યારે તેની લેટેસ્ટ રિલીઝ સ્વાગતમ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. તેમજ આવનાર સમયમાં વિકીડાનો વરઘોડો, સારા ભાઇ, ધુરંધર, કેસરીયા અને લોચા લાપસીમાં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *