મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો લગ્નને ઘણું જ મહત્વ આપે છે. જેના કારણે દેશનો લગભગ દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે લગ્ન કરેજ છે. આપણા દેશમાં લોકો દ્વારા લગ્નને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લગ્નના કારણે બે પરિવાર એક બીજા સાથે જોડાઈ છે અને બંને પરિવારોમાં લગ્નને લઈને ઘણો જ હરખ નો માહોલ હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનો દિવસ ઘણો જ મહત્વનો હોઈ છે.
તેવામાં વર અને કન્યા તથા તેમના પરિવાર દ્વારા આ દિવસ ને વધુ યાદગાર બનાવવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવે છે. આવા સમયે ડેકોરેશન અને લગ્નના કપડાથી લઈને અનેક બાબત અંગે ઘણી તૈયારી કરવામાં આવે છે. અને ઘણો ખર્ચ પણ કરવામાં આવે છે. કે જેથી તેઓ પોતાના લગ્નને અન્ય કરતા અલગ બતાવી શકે અને આ દિવસને વધુ યાદગાર બનાવી શકે. મિત્રો આપણે અહીં એક એવાજ લગ્ન વિશે વાત કરવાની છે કે જે હાલ ઘણા ચર્ચામાં છે.
આ લગ્નનું ચર્ચામાં હોવાનું કારણ તેનો શાહી અંદાજ છે. જે રીતે પતિ પત્નીએ શાહી રીતે લગ્ન કર્યા છે. તેના કારણે ગામના લોકો દ્વારા આ લગ્ન ઘણો ચર્ચાનો વિષય બની ગયો છે. સાથો સાથ સોશ્યલ મીડિયા પર પણ આ લગ્નના ફોટાઓ ઘણા વાયરલ થઇ રહ્યા છે. મિત્રો જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે આ લગ્ન સુરેશ ચંદ્રાકર ના હતા જણાવી દઈએ કે તેઓ છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુરમાં રહે છે તેઓ એક કોન્ટ્રાક્ટર છે.
તેમના લગ્ન રેણુકા વર્મા નામની યુવતી સાથે થયા છે. મિત્રો જણાવી દઈએ કે સુરેશ ચંદ્રાકર કોન્ટ્રાક્ટર સાથો સાથ છત્તીસગઢના બીજાપુરમાં મહાર સમાજ ઉપરાંત બૌદ્ધ મહાસંઘના જિલ્લા પ્રમુખ પણ છે. આ ઉપરાંત જો વાત કન્યા રેણુકા વર્મા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ એક મધ્યમ પરિવારની યુવતી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહાર સમાજમાં દુલ્હનને વરના ઘરે બારાત લઈ જવાની પરંપરા છે. માટે અહીં રેણુકા વર્મા પોતાના થનાર પતિ સુરેશ ચંદ્રાકર ના ઘરે બારાત લઈને પહોંચ્યા હતા.
આ સમયે તેમનો જે શાહી અંદાજ હતો તે લોકોને ઘણો પસંદ આવ્યો અને તે હાલ લોકોમાં અને સ્થાનિક મીડિયામાં ઘણો ચર્ચાનો વિષય પણ છે. મિત્રો જણાવી દઈએ કે બીજાપુર જાન લઈને આવવા માટે કન્યા રેણુકા વર્મા જગદલપુરથી હેલિકોપ્ટર માં આવ્યા જે લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું. જે બાદ તેઓ લગ્ન સ્થળ સુધી મર્સિડીઝ કાર માં ગયા. આ સમયે હેલિપેડ પર વરરાજાના મિત્રોએ તથા પરિવારના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું.
જો વાત આ શાહી લગ્નના ખર્ચ બાબતે કરીએ તો જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આ લગ્ન કાર્યક્રમમાં લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે જણાવી દઈએ કે સુરેશ ભાઈ ના જણાવ્યા અનુસાર તેમણે લગ્નનો ખર્ચ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત જો વાત અન્ય કાર્યક્રમો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ દંપતીના સ્વાગત કાર્યક્રમમાં તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા રસિયાથી કલાકારોને બોલાવવામાં આવીયા હતા. આ ઉપરાંત ભોજનથી લઈને રિસેપ્શન સુધીની અન્ય તમામ વ્યવસ્થાઓ પણ ઘણી શાહી રીતે કરવામાં આવી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.