પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન ની પુત્રી ખતિજા રહેમાન એ કર્યા લગ્ન. જાણો તેના પતિ નું નામ શું છે? અને તે શું કરે છે?
ભારત માં લગ્ન ની સીઝન ચાલતી હોય દરેક લોકો લગ્ન ના બંધન માં બંધાતા જોવા મળે છે. ગરમી અને લગ્ન ની સીઝન સાથે ચાલી રહી છે. લગ્નમાં મોટા મોટા સેલિબ્રેટી પણ લગ્ન ના બંધન માં બંધાતા જોવા મળે છે. બૉલીવુડ ના સ્ટાર, ક્રિકેટરો દરેક લોકો લગ્ન કરી રહ્યા છે. એવા જ એક બૉલીવુડ ના પ્રખ્યાત સંગીતકાર એવા એ.આર.રહેમાન ની પુત્રી લગ્ન ના બંધન માં બંધાય ગઈ છે.
એ.આર.રહેમાને કેટલાય ફિલ્મો માં એક થી એક ચડિયાતા ગીતો માં સંગીત આપેલું છે. છે. લોકો તેના ગીતો ના દીવાના છે. તેના પરિવાર ની વાત કરી એ તો, તેની પત્ની નું નામ સાયરા બાનુ તેની પુત્રી રહીમા રહેમાન અને ખતિજા રહેમાન અને પુત્ર નું નામ એઆર અમીન છે.
તેની પુત્રી ખતિજા રહેમાન ના લગ્ન હોય લગ્ન ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પુત્રી ખતિજા રહેમાન ની સગાઇ જાન્યુઆરી 2022 માં થઇ હતી તે દરમિયાન ફોટા મુક્યા હતા. તેની પુત્રી ખતિજા રહેમાને તેના પતિ ઉદ્યોગસાહસિક અને ઓડિયો એન્જિનિયર રિયાસદીન શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યા છે. બંને ના લગ્ન ના ફોટામાં બન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે.
આ પ્રસંગે પુત્રી સફેદ પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે તેનો વરરાજા પણ સફેદ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ પ્રસંગે કપલ સોફા પર બેઠું છે અને પિતા એ.આર.રહેમાન, તેની માતા અને ભાઈ અને મોટી બહેન પાછળ ઉભેલા જોવા મળે છે. પુત્રી એ લગ્નમાં માસ્ક પહેર્યું છે. આ દરમિયાન એ.આર.રહેમાન પોતાની માતા ને ભૂલ્યા નથી અને માતા નો ફોટો બાજુમાં રાખેલો છે. એ.આર.રહેમાને ફોટો મુક્તા લખ્યું કે ભગવાન આ દંપતીને આશીર્વાદ આપે. સંગીતકાર