લગ્ન ના દિવસે વરરાજા સાથે એવી દુઃખદ ઘટના બની કે ખુશી નો પ્રસંગ અચાનક જ માતમ માં ફેરવાય ગયો. જાણો એવું શું થયું.
અવારનવાર મૃત્યુ થઇ જવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક વગર કારણે લોકો મૃત્યુ પામતા હોય છે. કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે કે લોકો ની તબિયત સારી હોય તો પણ તે લોકો અચાનક જ મૃત્યુ પામી જાય છે. લોકો ના નસીબ માં જયારે મારવાનું લખ્યું હોય ત્યારે તેને ભગવાન ના ઘરે જવું જ પડે છે. અચાનક મૃત્યુ પામતા તેના પરિવારો માથે મહામુસીબત આવી પડે છે.
એવી જ એકે ઘટના સુરત ના ગામ અમેઠ ની સામી આવી છે. જેમાં એક યુવાન ના લગ્ન હોય તે યુવાન નું લગ્ન ના દિવસે જ મૃત્યુ થઇ જાય છે. કિસ્સો સાંભળીને તમારા પણ રુંવાટા બેઠા થઇ જશે. સુરત ના અમેઠ ગામમાં રહેતા એક પરિવાર ના દીકરામિતેશભાઈ ચૌધરી ઉમર 33 વર્ષ ની હતી. જેના લગ્ન હોય લગ્ન દરમિયાન સાંજે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.
ભોજન સમારંભ બાદ તેના ઘરે ડીજે નો પ્રોગ્રામ હતો. તે દરમિયાન બંધા લોકો ખુશી થી નાચી રહ્યા હતા. અને મિતેશભાઈ પણ નાચવા આવ્યા તે દરમિયાન અચાનક જ મિતેશભાઈ ને છાતી માં દુખાવો ઉપાડ્યો હતો. બાદ તેના સાગા વ્હાલા તેને તરત જ મોટરસાયકલ પર લઇ જય હોસ્પિટલે ખસેડાયા હતા. અને જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ ના જણાવ્યા અનુસાર મરનાર ને પ્રથમ અમેઠ ના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા બાદ બારડોલી ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત થયું હતું. આમ જેના લગ્ન હોય તેનું જ મૃત્યુ થતા પરિવાર માથે આભ ફાટે તેવી મહામુસીબતે આવી પડી હતી. પરીવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું.