રાજકોટ- પોતાના જ લગ્ન માં કન્યા એ એવું કામ કર્યું કે લોકો અચરજ પામી ઉઠ્યા……..અને તેનો પતિ પણ …….
લગ્ન ની સીઝન ચાલતી હોય લગ્ન ના અવનવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. લોકો લગ્ન ની મજા માણતા નજરે ચડે છે. લગ્ન માં લોકો અવનવા ડાન્સ કરીને લોકો ને અચબબિત કરી દે છે. આજની યુવા પેઢી એટલી આગળ છે કે સોશિયલ મીડિયા થકી કઈ ને કઈ મનોરંજન કરતા હોય છે. યુવા લોકો ને એવા એવા શોખ હોય કે લોકો જોતા જ રહી જાય છે.
એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એક યુવતી પોતાના જ લગ્ન માં ડ્રમ વગાડતી નજરે ચડે છે. તેને એવું તે શું તાન ચડ્યું હશે કે પોતાના જ લગ્ન માં ડ્રમ વગાડવા લાગી.આ વિડીયો રાજકોટ ના ધોરાજી નો છે. જેમાં સોંરાષ્ટ્ર ની જાણીતી દાંડિયા કવિન એવી ગાર્વિન પટેલ પોતાના જ લગ્ન માં ડ્રમ વગાડતી જોવા મળે છે. ગાર્વિન પટેલ છેલ્લા 20 વર્ષથી અર્વાચીન ગરબા રમે છે.
તેણે ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદર અને રાજકોટમાં નવરાત્રિ દરમિયાન 400થી વધુ ટ્રોફીઓ અને લાખોના ઈનામો મેળવેલા છે. તે કહે છે કે તે એક સારી ગરબા પ્લેયર છે તે છેલ્લા 15 વર્ષ થી રાજકોટ ગરબા રમવા આવે છે. તે એક સારી ડ્રમ પ્લેયર પણ છે. અને તેની બહેન લિઝા પટેલ પણ ખૂબ જ સારી ડ્રમર છે.
તેના હાલમાં લગ્ન હોય તેની જાન ઓસ્ટ્રેલિયા થી આવી હતી ઓસ્ટ્રેલિયા માં રહેતા દીપ નામના છોકરા સાથે તેના લગ્ન હતા. જે દરમિયાન તેના પતિ દીપે જયારે તેને ડ્રમ વગાડતા જોઈ ત્યારે તે પણ ચોંકી ઉઠ્યો હતો. અને તેના આ વાત નો જરા પણ અંદાજ ન હતો કે તેની પત્ની ડ્રમ પ્લેયર છે. તેની પત્ની ને ડ્રમ વગાડતા જોઈ તે પણ નાચવા લાગ્યો હતો. ગાર્વીન પટેલ કહે છે કે તે પોતાના જ લગ્ન માં ડ્રમ વગાડ્યા કેમ રહી શકે?