માં તો માં જ છે હો બાકી ! માતા-સંતાનના આ ત્રણ કિસ્સાઓ તમને રડાવી દેશે, કોઈ માતાએ દીકરા માટે દીપડા સાથે લડી તો કોઈ ડેમમાં…..
માં તેના સંતાનો સાથે એટલી હદે પ્રેમ કરતી હોય છે કે તે અમુક વખત મોટી મોટી મુશ્કેલીઓ સામે પોતાના સંતાનો માટે લડી પડતી હોય છે, આથી જ અનેક એવી કહેવતો પણ તમે સાંભળી જ હશે કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’ આવી અનેક કહેવતો હાલ ખુબ ચર્ચિત થઇ રહી છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અનેક એવી સ્ટોરી વિશે જણાવાના છીએ તથા તસવીરો વિશે જેમાં માતા-દીકરાનો પ્રેમ બતાવે છે.
હાજી થોડા સમય પેહલા જ એક લેખ સામે આવ્યો હતો જેમાં એક યુવકે પોતાના ભાઈઓની સંમતિથી પોતાની માતાની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઇ જવા પામ્યો હતો.એટલું જ નહીં હજી થોડા વર્ષો પેહલા યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ થવા પામ્યું હતું જેમાં એક માતાએ પોતાના જીવની ફિકર કર્યા વગર જ પોતાના સંતાનને બચાવી લીધો હતો.
માતા બાળક માટે દીપડા સાથે લડી પડી :
મધ્યપ્રદેશ રાજ્ય માંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક માતાએ પોતાના સંતાનને બચાવાયા માટે એક ખૂંખાર દીપડા સાથે લડી પડી હતી અને તેની સાથે બાંધીને પણ પોતાના સંતાનને મૌતના મુખમાંથી પછી ખેંચી લાવી હતી. દીપડો આઠ વર્ષના આ દીકરાને મોઢામાં દબાવીને ભાગ્યો હતો જે બાદ માતાએ દીપડાને લડત આપીને પોતાના સંતાનને બચાવી લીધો હતો.
લોકડાઉંનમાં પોતાના દીકરાને લેવા માટે માતા સ્કૂટી લઈને 1400 કિમિની સફરે ગઈ :
કોરોના મહામારી વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, તમને ખબર જ હશે કે પેહલા 21 દિવસ બાદમાં આ લોકડાઉનને વધારી દેવામાં આવ્યું હતું. એવામાં અચાનક લોકડાઉન લાગી જતા તમામ લોકો જ્યા હતા ત્યાંને ત્યાં જ રહી ગયા હતા, એવામાં ટેંગાના રજિયા બેગમ નામની આ મહિલાએ પોતાના સંતાન નિજામુદીન જે 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો તેને 1400 કિમિનું અંતર પર કરીને ઘરે લઇ આવા હતા, જાણવા મળ્યું છે કે નિજામુદીન તેના મિત્રના પિતાના ઈલાજ માટે દૂર ગયો હતો ત્યાં જ કોરોના મહામારી ફેલાય જતા તે નેલ્લોરમાં ફસાય ગયો હતો જે બાદ રઝિયા બેગમે 1400 કિમિનું અંતર કાપીને પોતાના દીકરા માટે નીકળી પડ્યા હતા.
દીકરાનો જીવ બચાવાયા ડેમમાં કૂદી ગઈ માતા :
આ કિસ્સો હિમાચલ પ્રદેશમાંથી સામે આવ્યો છે જ્યા જોગીન્દ્રનગર જિલ્લાની એક મહિલાએ પોતાના બાળકોના જીવ બચાવાયા માટે ચેક ડેમમાં કુદતા પેહલા એક વખત પણ નહોતું વિચાર્યું. પણ આ માતા પોતાના બાળકોને ન બચાવી શકી અને પોતે પણ ડૂબી ગઈ. પોતાના તરતા ન આવડતું હોવા છતાં માતાએ પોતાના માટે આવું સાહસ કર્યું હતું.
એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે 38 વર્ષીય રજ્જો દેવી પોતાના 10 વર્ષના બાળક અભિષેક સાથે ચેક ડેમની પંગદંડીએ થી પસાર થઇ રહી હતી ત્યારે જ તેનો પગ લપસ્યો હતો જે બાદ અભિષેક પાણીમાં ડૂબવા લાગતા માતા રજ્જોએ પણ એક સેકેંડ વિચાર કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને પોતાના અંતિમશ્વાસ સુધી પોતાના સંતાનને બચાવા માટેની કોશિશ કરી હતી.