અનોખો વિરોધ! લગ્ન પત્રિકામાં યુવકે લખાવી એવી વસ્તુ વાચીને સૌ કોઈ હેરાન રહી ગયો જાણો શું છે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ લોક શાહી ઢબે ચાલે છે અને લોકો સરપંચ થી લઈને પ્રધાનમંત્રી સુધી પોતાના પ્રતિનિધિ ઓ ને જાતે જ ચુટી કાઢે છે. જેઓ જાહેર જનતા વતી દેશ નો વહીવટ કરે છે. આપણા દેશમાં વાણી અને વ્યક્તિ સ્વતંત્રા છે જેના કારણે અહીં લોકો સરળતા થી પોતાના વિચારો અને માંગ સરકાર સમક્ષ મૂકે છે અને આ માટે ઘણી વખત તેઓ આંદોલનો પણ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે 5 જૂન, 2020 ના રોજ, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ બિલ સંસદમા રજૂ કર્યા હતા જેને 20 સપ્ટેમ્બરના રોજ, લોકસભા અને પછી, રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા આ બિલ નો ઉપદેશ કૃષિ પેદાશ માટે સ્વતંત્ર બજાર રચના દ્વારા ખેડૂતની આવક વધારવાનો હતો જો કે આ ત્રણેય બિલ ને લઈને આખા દેશમાં ઘણો વિરોધ કરવામાં આવ્યો.
આ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર આશરે 13 મહિના સુધી આંદોલન ચાલ્યું, અંતે સરકારે કૃષિ કાયદો પાછો ખેંચી લીધો, ત્યારબાદ ખેડૂતોની અન્ય માંગણીઓ પર ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ. જો કે આ કૃષિ કાયદા વિરોધ માં અને અન્ય માંગને લઈને એક વ્યક્તિએ અનોખી પહેલ કરી છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવનમાં લગ્ન ઘણા જરૂરી છે. લગ્નને લઈને લોકોમાં ખુશી હોઈ છે વ્યક્તિની ઇચ્છા પોતાના લગ્નમાં સગા સંબંધી અને મિત્રો હાજર રહે તેવી હોઈ છે આ માટે વ્યક્તિ તેમને લગ્નનું આમંત્રણ મોકલે છે જેને આપણે કંકોત્રી કહીએ છિએ. હાલમાં એક વ્યક્તિ ની લગ્ન કંકોત્રી ઘણી ચર્ચામાં છે.
જો વાત આ વ્યક્તિ અંગે કરીએ તો તેનું નામ પ્રદીપ કાલીરામણા કે જે, હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી છે તેમના લગ્ન ની કંકોત્રી છપાવ્વામા આવી હતી જેની એક લાઈન વાચી ને લોકો દંગ રહી ગ્યા હતા તેણે કંકોત્રી માં છપાવ્યુ કે ‘યુદ્ધ હજુ ચાલુ છે, MSPનો વારો છે’. આ બાબત ને વાચી લોકો હેરાન રહી ગ્યા.
જ્યારે આ અનોખી લગ્ન કંકોત્રી ને લઈને પ્રદીપ કાલીરામણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, ” હું મારા લગ્નના કાર્ડ દ્વારા આ સંદેશ આપવા માંગુ છું કે ખેડૂતોના વિરોધની જીત હજુ પૂર્ણ નથી થઈ. ખેડૂતોની જીત ત્યારે જ જાહેર થશે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને એમએસપી કાયદા હેઠળ ગેરંટી આપતો કાયદો લેખિતમાં આપે MSP પર કાયદા વિના ખેડૂતો પાસે કંઈ નથી અને ખેડૂતોની શહાદત અને તેમના બલિદાન પણ ત્યારે જ પૂરા થશે જ્યારે MSP પર કાયદાકીય ગેરંટી હશે”