લગ્ન નું સ્ટેજ તૂટતાં ફિલ્મી સ્ટાઇલ માં વરરાજા એ કન્યા ને બચાવી બની ગયો હીરો. જુઓ વિડીયો.

લગ્ન ની સીઝન ચાલતી હોય સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. કેટલીક વિડીયો એટલા બધા ફની હોય છે કે તેને જોયા પછી હસીહસી ને લોકો બેવડા વળી જાય છે. લગ્ન દરમિયાન ડાન્સ ના વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે તેવા અને ક્યારેક વરરાજા અને કન્યા ના ફની વિડીયો વાયરલ થતા હોય છે. એવો જ એક વરરાજા અને કન્યા નો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થય રહ્યો છે.

લગ્ન દરમિયાન વરરાજો દુલ્હન ની રાહે ઉભો હોય છે. દુલ્હન તે દરમિયાન ખુબ જ શાનદાર રીતે એન્ટ્રી કરતા નજરે ચડે છે. દુલ્હને લાલ કલર ના કપડાં માં ખુબ જ સુંદર લાગતી હોય છે. એવામાં સ્ટેજ પર અચાનક જ એવી ઘટના બને છે કે વરરાજા હીરો બનીને દુલ્હન ને બચાવી લે છે. જયારે દુલ્હન ની સ્ટેજ પર એન્ટ્રી થાય છે ત્યારે બંને એકબીજા ને સ્ટેજ પર સામસામે માળા પહેરાવે છે.

માળા પહેરાવીયા બાદ વરરાજા પ્રથમ નીચે ઉતરે છે અને બાદ માં જયારે દુલ્હન નીચે ઉતારે છે તે દરમિયાન બે પગથિયાં હજુ નીચે જ ઉતરે છે કે અચાનક જ તે જે સ્ટેજ પર હોય છે તે સ્ટેજ તૂટી પડે છે. અને એવા માં વરરાજા તરત જ દુલ્હન ને તેડી ને ખોળા માં લઇ લે છે અને જાણે કે એક હીરો હિરોઈન ને બચાવતો હોય તેમ દુલ્હનને બચાવી લે છે.

વરરાજા નું આ કામ જોઈ ને ત્યાં ઉભેલા મહેમાનો પણ વરરાજાના વખાણ કરે છે અને તેને તાળીઓ પાડીને સ્વાગત કરે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને સૌ કોઈ તેની પ્રતિક્રિયા આપી રહ્યું છે બધા વરરાજા ના વખાણ કરે છે. કેટલાક લોકો આને ફની વીડિયો ગણે છે અને પ્રતિક્રયા ઓ આપે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.