Gujarat

આ ગુજરાતી અભિનેત્રી પર લાગ્યો લાખો રૂપિયા ની છેતરપિંડી નો આરોપ. યુવક ને લગ્ન ની લાલચ આપી ને કરી લાખો રૂપિયા ની છેતરપિંડી.

Spread the love

ગુજરાત મા હનીટ્રેપ ના કિસ્સાઓ વારંવાર બનતા હોય છે. લોકો કોઈને કોઈ વ્યક્તિઓ ને ગમે તે કારણોસર હનીટ્રેપ ના કિસ્સાઓ માં ફસાવીને પૈસા પડાવી લેતા હોય છે. બહોળા પ્રમાણ માં લોકો આનો શિકાર થતા હોય છે. પહેલા સામે વળી વ્યક્તિઓનો વિશ્વાસ જીતવામાં આવે છે બાદ માં તેની સાથે છેતરપિંડી કરીને લાકો રૂપિયા પડાવી લેવામાં આવે છે.

ગુજરાત માં હનીટ્રેપ નો કેસ ફરી આવ્યો છે. ગુજરાતી આલબમ માં કામ કરતી એક યુવતી વિરૃદ્ધ હનીટ્રેપ નો કેસ કરવામાં આવ્યો છે. તે યુવતી વિરૃદ્ધ લાકો રૂપિયા ની છેતરપિંડી નો આરોપ લાગી રહ્યો છે. ગુજરાતી ગીતો ના આલબમ માં કામ કરતી યુવતી યશ્વી પટેલ વીરૃધ્ધ 7-લાખ રૂપિયા ની છેતરપિંડી નો કેસ કરવામાં આવ્યો છે. તેની સામે ધનસુરા પોલીસ સ્ટેશન માં જીગ્નેશકુમાર પટેલ નામના યુવકે છેતરપિંડી નો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. જીગ્નેશ પટેલે યશ્વી પટેલ સહીત 4 લોકો સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી. ધનસુરા પીએસઆઇ એ ઝીરો એફઆઈઆર લઇ પાણીગેટ પોલીસ સ્ટેશને મોકલી હતી.

ધનસુરા માં ચોગમડાકામ્પાનાં અને અત્યારે આનંદધામ રેસીડેન્સી, પચવાનીકટા બોટાદ માં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જણાવે છે કે, લગભગ નવ મહિના પહેલા યશ્વી દિનેશભાઇ પટેલ ની સાથે ઇન્સ્ટગ્રામ પર મિત્રતા થઇ હતી. તેના મારફતે બંને વાતો કરતા હતા. 30 જુલાઈ 2021 ના રોજ યશ્વી પટેલ નો જન્મદિવસ હોય યશ્વી એ જીગ્નેશ ને વડોદરા મળવા બોલાવ્યો હતો. તે દરમિયાન જીગ્નેશ પટેલ ની યશ્વી ના માતા-પીતા અને બહેન સાથે મુલાકાત થય હતી. બાદ માં તેના પિતા એ કહ્યું કે તે લોકો યશ્વી માટે છોકરો શોધી રહ્યા છે અને તેની આલબમ સોન્ગ પૂરું થયે તેના લગ્ન જીગ્નેશ સાથે કરશો. આવી લાલચ આપી હતી. બાદ માં બંને એ વાતો ચાલુ રાખી હતી. બાદ માં જીગ્નેશ એ યશ્વી ને 55-હાજર નો આઈફોન, 46-હાજર ની સોનાની બુટ્ટી આપી હતી. બાદ માં તે બુટ્ટી ખોવાઈ જવાનું બહાનું કાઢી તેને ફરી 7-હાજર ની સોનાની બુટ્ટી ગિફ્ટ કરી હતી.

યશ્વી પટેલ ની બહેન અને માતા એ જીગ્નેશ પટેલ પાસેથી લગભગ 50-60 હાજર રૂપિયા ની કપડા ની ખરીદી કરી હતી. આટલું બધું કર્યા છતાં પણ તે લોકો હજુ જીગ્નેશ પાસેથી પડાવતા હતા અને યશ્વી બહાનું કાઢ્યું કે તેના માતા-પિતા બીમાર હોય અને તેના ઘર નું ભાડું 8 મહિના નું બાકી હોય ફરી તેની પાસે 3.75 લાખ રૂપિયા ની માંગણી કરી હતી. તે પૈસા તેની બહેન ના ખાતા માં જીગ્નેશ એ જમા કરાવ્યા હતા. બાદ માં જીગ્નેશ ને આ વાત સમજાઈ અને તેને યશ્વી પર શંકા ગઈ હતી. બાદ માં જીગ્નેશ પટેલ ને અન્ય મિત્રો પાસે થી પણ જાણવા મળી કે યશ્વી એ તે લોકો ને પણ છેતરાયા છે. જીગ્નેશે યશ્વી ને જાણ કરી તો તેણે જીગ્નેશ ને ધમકી આપી કે તે તેની બધુંય વસ્તુ પાછી લઇ જાય અને જો વધુ પૈસા માંગશો તો તેને બળાત્કાર ના કેસ માં ફસાવી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *