સાચી ભક્તિની મિસાલ! માનતા પૂરી થતાં યુવકે અધધ આટલા રૂપિયા મોગલમા ના ચરણે મૂક્યા પરંતુ બાપુએ જેકહ્યું…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર સંસાર ને એક દૈવિય તાકાત ચલાવે છે જેમને આપણે ભગવાન તરીકે ઓળખીએ છિએ. આપણે સૌ જાણીએ છિએ કે આ કલયુગ માં પણ એવા ઘણા બનાવો છે કે જ્યાં ભગવાનના અનેક પર્ચા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે પણ મુશ્કેલી માં મૂકાઈ ત્યારે તે સૌથી પહેલા પ્રભુ શરણ માં જ જાય છે.
ભગવાન પણ સાચા મનથી ભક્તિ કરનાર લોકો પર પ્રશન થાય છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. આપણે આજે પણ એવા ઘણા મંદિર વિશે જાણીએ છિએ કે જ્યાં પ્રાર્થના કરવા માત્રથી ભક્તો ના સંકટો દૂર થાય છે. આવું જ એક મંદિર કાબરાઉ માં છે કે જ્યાં માં મોગલ બિરાજે છે.
આપણે સૌ મોગલ મા ના અવાર નવાર થતાં પર્ચા વિશે જાણીએ છિએ માની સાચા મનથી ભક્તિ કરનાર વ્યક્તિ હંમેશા આબાદ રહે છે. અને કોઈ પણ મુશ્કેલી તેને નડતી નથી. માટે જ લોકો દૂર દૂર થી માની માનતા રાખવા અને માના દર્શન કરવા માટે આવે છે. હાલમાં આજ બાબત ને લઈને એક અનોખો બનાવ સામે આવ્યો છે કે જ્યાં સાચી ભક્તિ ના દર્શન થાય છે.
આ બનાવ એક વ્યક્તિની છે કે જેણે પોતાના કાર્યને પૂરું થાય તે માટે માતાજી ની માનતા રાખી હતી. જે બાદ વ્યક્તિ ની મનોકામના પૂર્ણ થતાં વ્યક્તિએ માના ચરણોમાં 3 લાખ 20 હજાર રૂપિયા ની ભેટ અર્પણ કરવા ત્યાં હાજર મણીધર બાપુ ને આ રકમ આપી જે બાદ પહેલા તો બાપુએ આ રકમ લઇ લીધી.
પરંતુ તે બાદ બાપુએ યુવક ને પુછ્યુ કે શું માતાજી એ તમારી મનોકામના પૂર્ણ કરી ? જેના જવાબ માં વ્યક્તિ એ હા કહ્યું જે બાદ બાપુએ યુવકે આપેલા 3 લાખ 20 હજાર રૂપિયાના બે સરખા ભાગ કર્યા અને તેમાં બે રૂપિયા ઉમેરી ને યુવક સાથે આવેલ બે યુવતિ ને આપ્યા અને કહ્યું કે આ રકમ મોગલ માએ આપી છે.
બાપુએ કહ્યું કે માતાજી ને આ પૈસાની જરૂર નથી. આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માતાજી તમારાં પર પ્રશન રહે ઉપરાંત બાપુએ એ પણ કહ્યું કે માતાજી પર વિસ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ના રાખવા કહ્યું કે બાપુએ કહ્યું કે માતાજી આપવા વાળા છે પરત લેવા વાળા નથી.