માં મોગલ નો પરચો કાબરાઉ માં મોગલ ના ધામે એક મહિલા સોનાની વીટી લઈને માનતા પુરી કરવા આવ્યા મહિલા એ કહ્યું કે..
માં મોગલ ના પરચા અપરંપાર છે. ભક્તો માં મોગલ પાસે જે કઈ મનની ઈચ્છા પ્રગટ કરે માં મોગલ તેના ભક્તો ને કોઈ દિવસ ખાલી હાથે પાછા ફરવા દેતા નથી. માં મોગલ ના ઘણા પરચા સામે આવતા જ રહે છે. એન લોકોં દૂર દૂર માં ના ઘામ કાબરાઉ કચ્છ આવે છે. માતા ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
માતા પાસે સાચા દિલ થી જે માંગો તે માતા આપે છે. એવી જ એક ઘટના સામે આવી છે. એક મહિલા પોતાની માનતા પૂરી કરવા કાબરાઉ મોગલ માં ના ધામ માં આવે છે. ત્યારે મણિધરબાપુ એ તેને પૂછ્યું ત્યારે મહિલા એ બધી વાત કરી. મહિલા માતા પાસે સોનાની વીટી લઈને માતા ની પાસે મુકવા આવી હતી. કારણકે તેને માનતા હતી.
મણિધર બાપુ એ જયારે મહિલા ને પૂછ્યું કે આ સોનાની વીતી ની માનતા કેમ માનેલ છે. મહિલા એ જવાબ આપ્યો કે તેના પરિવાર માં એક સભ્ય ને કોરોના થઇ ગયો હતો તે દરમિયાન ઘર ના તમામ લોકો ચિંતા માં હતા. મહિલા ને માં મોગલ પર ભરોસો હતો એટલે તેને મોગલ માં પાસે માનતા માની કે તેના ઘર ના સભ્ય ને કોરોના થયો તે સારું થઇ જાય અને હેમખેમ ઘરે પાછા ફરે. માં મોગલે તરત જ તેની પ્રાર્થના સાંભળી અને જેમને કોરોના હતો તેને સારૂ થઇ ગયું અને હેમખેમ ઘરે પાછા આવ્યા.
મણિધરબાપુ એ બધી વાત સાંભળી અને મહિલા ને સોનાની વીતી પાછી આપી અને મહિલા ને કહ્યું કે તમારી માનતા પુરી થઇ ગઈ તમે આ વીતી તમારા પુત્ર ને આપી દેજો માતા પાસે સાચા મન થી જે માંગો તે માતા આપે જ છે. મહિલા ને માં મોગલે પરચો આપીને ઈચ્છા પુરી કરી. તમામ ભક્તો ની માં ઈચ્છા પુરી કરે જ છે. બસ મનમાં સાચી શ્રધા અને માતા પ્રત્યે આસ્થા હોવી જોઈએ.