Gujarat

પેરાસેલિંગ કરતા લોકો માટે ચેતવણી દમણ ના બીચ પર પેરાસેલીંગ કરતા બે પ્રવાસી સાથે એવી દુર્ઘટના સર્જાય કે……

Spread the love

અત્યારે વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે. એવામાં લોકો વેકેશન ની મોજ માણવા જુદા જુદા સ્થળો એ જતા હોય છે. વેકેશન ને મોજ મસ્તી થી માણતા હોય છે. પણ ક્યારેક મોજ મસ્તી માં એવી દુર્ઘટના થઈ બેસે છે કે લોકો ને કલ્પના પણ નો હોય. હાલ ઉનાળો અને વેકેશન બન્ને સાથે ચાલી રહ્યો છે એવામાં ઉનાળા ની ગરમી થી બચવા લોકો ખાસ તો દરિયાકિનારા નો સહારો લેતા હોય છે.

 

દરિયાકિનારે ગરમી નું તાપમાન પણ ઓછું નોંધાતું હોય છે. દરિયાકિનારે હવે સહેલાણીઓ માટે પેરાસેલિંગ ની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છૅ . જેથી પ્રવાસીઓ હવામાં ઉડીને મજા કરી શકે. દમણ ના બીચ પર આની સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ દમણ ના બીચ પર થી એક દુર્ઘટના સામે આવી છે. જેમાં પેરાસેલિંગ કરતા સમયે 2 પ્રવાસીના ઉપર થી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા છે.

દમણ ના જમપોર બીચ માં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યાં પેરાસેલિંગ કરતા સમયે બે પ્રવાસી અને અને એક ટ્રેનર પટકાયા છે. ખાસ તો ચોમાસા માં આ એડવેન્ચર બન હોય છે પણ અહીં શરુ હતું. બે પ્રવાસી સહીત એક ટ્રેનર ઉપર હવામાં જાય છે તે દરમિયાન અચાનક જ તે ત્રણેય લોકો નીચે પટકાય જાય છે. આ જોઈ ને ત્યાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ત્રણેય નીચે પટકાતા જ તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

દમણ માં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. એવા માં આવી દુર્ઘટના સામે આવતા લોકો માં ભય નો માહોલ પેદા થયેલો છે. હવે લોકો પેરાસેલિંગ કરતા પણ સો વાર વિચાર કરશો. સદભાગ્યે બોવ મોટી જાનહાની થવા પામી ન હતી. ઘટના નો વિડીયો પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *