India

અમેરિકા માં થયો પૈસા નો વરસાદ ! આખા રસ્તા પર નોટો ની થઇ ગઈ પથારી લોકો એ ગાડી ઉભી રાખી મૂકી દોટ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણે સૌ લોકો દંગ રહી જતા હોય જ છીએ. આપણે સૌ કોઈ લોકોએ આકાશમાંથી વરસતો વરસાદ તો જોયો જશે પરંતુ અમેરિકાના રસ્તા ઉપર કંઈક અનોખું જોવા મળ્યું હતું.

કે જ્યાં નોટોનો વરસાદ થયો હતો અને આખા રસ્તા ઉપર ચલણી નોટો પડેલી જોવા મળી હતી. જેના બાદ લોકો આ ચલણી નોટોને ભેગી કરી રહ્યા હતા. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના 20 નવેમ્બર 2021 ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં બની હતી. જ્યાં એક બખ્તર બંધ ગાડી કેટલાક પૈસા ભરેલી બેગ લઈને જતી હતી.

રસ્તા ઉપર થી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બખ્તર બંધ ગાડીમાંથી ચલણી નોટો ના બેગ રસ્તા ઉપર પડી ગયા હતા. જેના બાદ આખા રસ્તા ઉપર રૂપિયાનો જાણે કે વરસાદ થયો હોય અને રૂપિયાની પથારી થઈ હોય તે રીતે જોવા મળી રહ્યું હતું. લોકો પોતાની ગાડીઓ ઉભી રાખીને આ ચલણી નોટો લૂંટી રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

 

View this post on Instagram

 

A post shared by DEMI BAGBY (@demibagby)

જેના બાદ પોલીસે કહ્યું હતું કે તમામ લોકોએ લીધેલી ચલણી નોટો પરત કરી દીધી છે અને ઘટના સ્થળેથી બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બે કલાક બાદ રસ્તા ઉપર ટ્રાફિક જામ ક્લિયર કરવામાં આવ્યું હતું. આમ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *