ક્રિકેટના લેજેન્ડ એવા એમ.એસ.ધોનીનીએ પોતાનું નામ ‘ઝીવા’ શા માટે રાખ્યું ? ખુદ ધોનીએ જણાવ્યું આ કારણ, નામનો એવો સુંદર અર્થ થાય છે કે તમે વખાણ…
ક્રિકેટ જગતનુ જો કોઈ દિગ્ગ્જ નામ બની ગયું હોય તો તે મહેન્દ્ર સિંહ ધોની છે. હાલ IPL જોરો શેરોથી ચાલી રહી છે એમાં તમે મહેન્દ્ર સિંહ ધોની નો ક્રેઝ જોઈ જ શકો છો. ચેન્નાઇનું હોમગ્રાઉન્ડ હોય કે બહારનું કોઈ મેદાન દરેક જગ્યાએ ધોનીના ચાહકો તેમને સપોર્ટ કરવા માટે પોહચી જાય છે. ધોનીના ફક્ત બાળકો કે જુનિયર જ નહીં પરંતુ મોટા મોટા ક્રિકેટ દિગ્ગ્જ્જો પણ ખુબ પ્રેમ કરે છે અને ખુબ રિસ્પેક્ટ પણ આપે છે.
ધોનીએ ક્રિકેટ જગતમાં પોતાના નામે અનેક એવા રેકોર્ડ હાંસલ કર્યા છે જે ઘણા ખિલાડીઓ માટે હાલના સમયમાં લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ધોની એકમાત્ર એવો કેપિટન છે જેણે પોતાના દેશનું નેતૃત્વ કરતા ત્રણ આઈસીસી ટ્રોફી પોતાના નામ કરી છે. આવા તો અનેક એવા કીર્તિમાણો ધોની નામે છે જેના પર ચર્ચા કરવા જઈએ તો ખુબ લાંબી ચર્ચા થઇ જાય તેમ છે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તેમની દીકરી ઝીવા વિશે જણાવાના છીએ.
તમને ખબર હશે કે મહેન્દ્ર સિંહ ધોનીને એકની એક દીકરી છે જેનું નામ ઝીવા છે, પોતાના પિતાને ચીયર કરવા માટે હાલ તમને ઝીવા અનેક વખત સ્ટેડિયમમાં પણ જોવા મળી જતી હશે. પરંતુ શું તમે જાણો છો કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની એકની એક દીકરીનું નામ ઝીવા જ શા માટે રાખ્યું? નહીં, ઘણા ઓછા એવા લોકો હશે જે આ વાતને જાણતા હશે તો આજના આ લેખના માધ્યમથી અમે ઝીવાના અર્થ વિશે જણાવાના છીએ જેના વિશે ખુબ એમ.એસ.ધોનીએ જણાવ્યો હતો.
આ વાત વર્ષ 2019ની છે જયારે એમ.એસ ધોનીને માસ્ટરકાર્ડ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તેઓએ પોતાની દીકરી ઝિવાને લઈને અનેક વાતો જણાવી હતી. આ કાર્યક્રમમાં ધોનીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે પોતાની દીકરીનું નામ ઝીવા શા માટે રાખ્યું છે તો તે અંગેનો જવાબ આપતા ધોનીએ ખુબ સારી વાત જણાવી હતી.
ધોનીએ જણાવ્યું હતું કે તેઓએ દીકરીનું આ નામ અમેરિકલ ટેલિવિઝન પર પ્રકાશિત થતા એનસીઆઈએસ પરથી ઝીવા નામ શોધ્યું હતું આ શોની અંદર એક ફિમેલ કેરેક્ટરનું નામ ઝીવા હતું જે ધોનીને ખુબ પસંદ આવ્યું હતું આથી તેઓએ પોતાની દીકરીનું નામ ઝીવા રાખી દીધું હતું.તેઓએ આગળ એમ પણ જણાવ્યું હતું કે ઝીવાનો અર્થ ‘પ્રકાશ’ થાય છે.