રાત્રે રોડ કિનારે લારી પર ની પાવભાજી મુકેશ અંબાણી ને પસંદ છે. મુકેશ અંબાણી એ ઇન્ટરવ્યૂ માં કહેલી વાતો જાણી ને રહી જશે દંગ.
આજે આપણે સૌ મુકેશ અંબાણીના પરિવારને સારી રીતે ઓળખીએ છીએ. મુકેશ અંબાણી ના પિતાએ શરૂ કરેલી કંપનીની આજે ખૂબ મોટી ઊંચાઈ સુધી પહોંચાડી દીધી છે. રોજબરોજ તે તેની સંપત્તિમાં ખૂબ મોટો વધારો કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેની સંપત્તિ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. અને તેના નામનો ડંકો વિશ્વમાં વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી નાનપણથી જ પિતા સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતા.
મુકેશ અંબાણી એ કેમિકલ એન્જિનિયરિંગ માં અભ્યાસ કરેલો છે. અને ત્યારબાદ પિતા સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતા. મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખે છે. પરંતુ મુકેશ અંબાણી વિશે કેટલીક એવી વાતો છે કે જેનાથી આજ ના ઘણા લોકો અજાણ છે. તો ચાલો એવી મુકેશ અંબાણી ની શીશી ખાસિયતો છે તેના વિશે જાણીએ. આ બધી વાતો મુકેશ અંબાણીએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. મુકેશ અંબાણી વિશે કેટલીક એવી વાતો જણાવી હતી કે આ વાતો જાણીને તમને પણ ખૂબ મજા આવશે તો ચાલો જાણીએ.
મુકેશ અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ખૂબ શરમાળ સ્વભાવના છે. તેમને જાહેરમાં બોલતા ડર લાગે છે. મુકેશ અંબાણી કહે છે કે તેને ક્યારેય દારૂને હાથ પણ લગાવ્યો નથી. મુકેશ અંબાણીને ક્રિકેટ સાથે લગાવ છે પરંતુ તે ક્રિકેટ કરતા પણ વધારે હોકી રમતને પ્રેમ કરે છે. શાળા અને કોલેજના દિવસોમાં પણ તે હોકી રમતા હતા. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ની વાત કરવામાં આવે તો તે બંનેના લગ્ન માટે નીતા અંબાણીને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ પસંદ કર્યા હતા. અને બંનેના લગ્ન કરાવ્યા હતા.
ભારતના આટલા મોટા બિઝનેસમેન અને તે વ્યક્તિ હોવા છતાં મુકેશ અંબાણી મુંબઈમાં રાત્રે રોડના કિનારે લાગેલી લારી ઉપર પાવભાજી ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખુદ જણાવે છે કે રાત્રે 11:30 વાગ્યા પછી મુંબઈમાં સૌથી સારું ભોજન પાવભાજી છે. મુકેશ અંબાણી યુવાનો પાસેથી ઘણું બધું શીખે છે. તેને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે યુવાનો પાસેથી નવી નવી ટેકનોલોજી વિશે શીખે છે. મુકેશ અંબાણીના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો જ્યારે તે અને નીતા અંબાણી બંને એકબીજાને મળ્યો હતા.
ત્યારબાદ તેને એક વખત મુંબઈના રસ્તા ઉપર ટ્રાફિકજામ હતો. ત્યારે તેને નીતા અંબાણીને કારમાં પ્રપોઝ કર્યું હતું. અને નીતા અંબાણીએ લગ્ન માટે હા પાડી હતી. આમ મુકેશ અંબાણી વિશે આવી કેટલીક રોચક વાતો ઘણા લોકો જાણતા નથી. અને આ વાતો થી ઘણા લોકો અજાણ છે. મુકેશ અંબાણી હાલ ધીમે ધીમે રિટાયરમેન્ટ તરફ વળી રહ્યા છે. અને પોતાનું બધો કારોબાર નવી પેઢીને સોપવા જઈ રહ્યા છે. આમ મુકેશ અંબાણી ભારતના સૌથી સફળ બિઝનેસમેન છે. અને આજે તેને પોતાના પિતાના બિઝનેસ ને ઘણો આગળ વધારી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!