મુકેશ અંબાણી એ દુબઇ માં કરી હવેલી માટે ડીલ આ હવેલી ની કિંમત જાણશે તો સરકી જશે પગ નીચેની જમીન કિંમત છે, જાણો.
ભારતના અબજોપતિ અને મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કે જે દિન પ્રતિદિન વિદેશમાં ખૂબ જ મિલકતોની ખરીદીમાં વ્યસ્ત જોવા મળે છે. થોડા સમય પહેલા તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં 663 કરોડ રૂપિયાની એક આલીશાન હવેલી ખરીદી હતી અને હવે દુબઈમાં જ ફરીથી એક મોટી તેનાથી પણ વધુ કિંમતની બીજી હવેલીની ખરીદી કરી છે. મુકેશ અંબાણી એવા વ્યક્તિ છે કે જેને તેના બિઝનેસ ને દિન પ્રતિદિન ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે.
મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ લક્ઝરીયસ આલિશાન રીતે જીવન જીવી રહ્યો છે. તેના તેની પત્ની નીતા અંબાણીની વાત કરવામાં આવે તો તેની સવાર ત્રણ લાખ રૂપિયાના કપમાં ચા પીવે પછી થાય છે અને તેની સાડીની કિંમત પણ કરોડો રૂપિયાની આંકવામાં આવેલ જોવા મળે છે. મુકેશ અંબાણી એક કરેલી ડીલની વાત કરવામાં આવે તો તેને હાલમાં દુબઈમાં બીજી ડીલ કરી છે. જેમાં તેણે દુબઈના સૌથી પોશ વિસ્તાર પામ જુમેરાહ બીચ પર કુવૈતીના અબજોપતિ મોહમ્મદ અલશાયા પાસેથી 1,352 કરોડ રૂપિયાની હવેલી ખરીદી છે.
મુકેશ અંબાણીએ કરેલી આ મોટી મોટી ડીલો બાદ દુબઈમાં પણ પ્રોપર્ટીના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. થોડા સમય પહેલા તેના પુત્ર અનંત અંબાણી માટે સમુદ્રના કિનારે 10 બેડરૂમ વાળો મોટો બંગલો કે જેમાં સ્પા થી માંડીને થિયેટર થી લઈને તમામ સુવિધાઓ જોવા મળે છે અને ત્યારબાદ આ ડીલ કરતા તેને પોતાની તાકાત નો અનુભવ દુનિયાને કરાવી દીધો છે. મુકેશ અંબાણી ભારતની બહારના દેશોમાં પણ ઘણી બધી સંપત્તિઓ ધરાવે છે.
જેમાં તેને પાછળના વર્ષમાં યુકેમાં લગભગ 650 કરોડ રૂપિયામાં સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબની ખરીદી કરેલી જોવા મળે છે અને હવે તે ન્યુ યોર્કમાં પ્રોપર્ટી લેવાના વિચારમાં જોવા મળે છે. થોડા સમય પહેલા જે હોટલમાં હોલિવૂડના મુવી નું શૂટિંગ થતું હતું તે હોટેલ પણ મુકેશ અંબાણીએ ખરીદેલી જોવા મળે છે. આમ મુકેશ અંબાણી વિદેશમાં પણ ખૂબ જ સંપત્તિના માલિક બની ચૂક્યા છે અને મુંબઈમાં તો તેનું ઘર એન્ટાલીયા કે જેનો કોઈ મુકાબલો કોઈ પણ ઘર કરી શકે નહીં તેવું ઘર તે ધરાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!